દુનિયાના 80 દેશ ભારત પાસેથી ખરીદે છે આ ખાસ પાન, કારણ જાણીને ચોંકી ઉઠશો…

ભારતમાં તુલસીનું ધાર્મિક મહત્ત્વ છે અને ધાર્મિકની સાથે સાથે આયુર્વેદમાં પણ તેનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. તુલસીના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના અનેક દેશો ભારત પાસેથી તુલસીના પાંદડા ખરીદે છે. આવો તમને જણાવીએ આ પાછળનું કારણ અને કયા દેશો ભારત પાસેથી તુલસીના પાન ખરીદે છે-
તુલસીને શાસ્ત્રોમાં પવિત્ર છોડ જણાવવાની સાથે સાથે જ તેને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ધાર્મિક મહત્ત્વની સાથે સાથે તુલસીનું આયુર્વેદમાં પણ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: પાલઘરમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદકો પર FDA આક્રમક, લાખો રુપિયાની દવા જપ્ત
દુનિયાના 80 જેટલા દેશ ભારત પાસેથી આ તુલસીના પાન ખરીદે છે અને એમાં અમેરિકા, જર્મની, સ્પેન, બાંગ્લાદેશ, ઈરાક, ઓસ્ટ્રિયા, રોમાનિયા, રશિયા, નેધરલેન્ડ અને સિંગાપુર સહિતના દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં અમેરિકા, જર્મની અને સ્પેન મોટા પ્રમાણમાં તુલસીના પાન ખરીદે છે. આ દેશો આટલી તુલસી ખરીદે છે તો આ પાછળનું કારણ પણ જાણી લઈએ.
ભારતીય તુલસી ખરીદવા પાછળના અનેક કારણો છે. આ દેશો પણ ભારત પાસેથી આટલા મોટા પ્રમાણમાં તુલસી ખરીદે છે તો એનું કારણ છે તુલસીમાં જોવા મળતા ઔષધીય ગુણ. તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની મેડિસિન બનાવવામાં કરવામાં આવે છે અને આ સાથે સાથે ચા બનાવવામાં પણ લોકો તુલસીનો ઉપયોગ કરે છે.
આપણ વાંચો: આયુર્વેદ આવ્યું છે ક્યાંથી?
વિદેશની અનેક કંપનીઓ તુલસીના પાનનો ઉપયોગ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવામાં કરે છે અને એટલે જ તેની ડિમાન્ડ પણ વધુ છે. આયુર્વેદમાં તુલસીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. શ્વાસની બીમારીથી લઈને ઈમ્યુનિટી વધારવા માટે પણ લોકો તુલસીનું સેવન કરે છે. દુનિયાભરમાં આયુર્વેદની બોલબાલા જોવા મળી રહી છે અને એને કારણે જ વિદેશમાં પણ તુલસીનો વ્યાપ વધી રહ્યો છે.
વિદેશોમાં કંપનીઓ તુલસીના તેલનો ઉપયોગ અરોમા થેરેપી અને પરફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે. આ સિવાય નેચરલ પેસ્ટિસાઈડ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ કારણોને લીધે જ વિદેશી કંપનીઓ પણ તુલસીનો ઉપયોગ વધુ કરવા લાગી છે અને આપણી સ્વદેસી તુલસી વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે.