હંમેશાં હીરા માણેકના ઝવેરાતથી ઝળહળતા Nita Ambaniનો આ લૂક જોશો તો…

અંબાણી પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) આમ તો હંમેશા હીરા-માણેક અને ડિઝાઈનર આઉટફિટમાં બોલીવુડની હીરોઈનને પણ પાછળ મૂકી દેતા હોય છે, પણ હાલમાં એન્ટિલિયાથી નીતા અંબાણીની સિમ્પલ કુર્તા અને ગૃહિણી જેવો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સને નીતા અંબાણીની આ સિમ્પલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાલો જોઈએ આખરે શું છે ખાસ આ લૂકમાં અને કેમ નીતા અંબાણીએ આ લૂક પસંદ કર્યો હતું-
આપણ વાંચો: WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા
વાત જાણે એમ છે કે જાણીતા સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના પોતાની માતા સાથે નીતા અંબાણીની મુલાકાત લેવા માટે મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા પહોંચ્યા હતા. આ સમયે વિકાસ ખન્નાએ નીતા અંબાણીને પોતાની બુક અને ગણેશજીની સુંદર મૂર્તિ ગિફ્ટ કરી હતી. પરંતુ લોકોની નજર નીતા અંબાણીના સિમ્પલ આઉટફિટ પર અટકી ગઈ હતી. સિમ્પલ આઉટફિટમાં પણ નીતા અંબાણી એકદમ ગ્રેસફુલ અને બ્યુટીફુલ લાગી રહ્યા હતા.
આ સમયે નીતા અંબાણી પીચ કલરનો સુંદર કુર્તા સેટ પહેર્યો હતો. કોટન અને સિલ્ક ફેબ્રિકવાળા આ કુર્તામાં સિમ્પલ ગોલ નેકલાઇન અને ક્વાટર સ્લીવ્ઝે નીતા અંબાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ કુર્તા સાથે નીતા અંબાણીએ મેચિંગ પ્લાઝો પેન્ટ અને દુપટ્ટો કેરી કર્યો હતો.
આપણ વાંચો: આખરે નીતા અંબાણીની ફિટનેસનું સિક્રેટ રિવીલ થઈ જ ગયું, તમે પણ જોઈ લો… વીડિયો થયો વાઈરલ
હંમેશા ભારેભરખમ જ્વેલરી પહેરવાનું પસંદ કરતાં નીતા અંબાણીએ આ સમયે એકદમ મિનિમલ જ્વેલરી લૂક રાખ્યો હતો. તેમણે આ સુંદર આઉટફિટ સાથે ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. નીતા અંબાણીની લેસ ઈઝ મોરવાળો કોન્સેપ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે તો આ સાથે નીતા અંબાણીની મિલિયન ડોલર સ્માઈલે લોકોનું દિલ જીતી લીધું હતું.
60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી પોતાની સુંદરતા અને ફેશન સેન્સથી બોલીવુડ અભિનેત્રીઓને પણ પાછળ મૂકી દે છે. હાલમાં જામનગર ખાતે વનતારાના ઉદ્ઘાટન સમયે પણ નીતા અંબાણીનો સાડી લૂક ખૂબ જ વાઈરલ થયો હતો. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો અત્યારે જ જોઈ લો…