કલ્યાણમાં એર હોસ્ટેસની આત્મહત્યા: ભૂતપૂર્વ પાર્ટનર વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં 21 વર્ષની એર હોસ્ટેસે આત્મહત્યા કર્યા બાદ પોલીસે તેના ભૂતપૂર્વ પાર્ટનર વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.
કલ્યાણ પશ્ર્ચિમમાં રહેતી એર હોસ્ટેસ 28 ડિસેમ્બર, 2025ના રોજ તેના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
આપણ વાચો: બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડવાનો કેસ: મુખ્ય આરોપીની પરભણીમાં આત્મહત્યા
મૃતકના મોબાઇલ અને નાણાકીય રેકોર્ડની તપાસ કર્યા બાદ કોલસેવાડી પોલીસે 10 જાન્યુઆરીએ મૃતકના 23 વર્ષના ભૂતપૂર્વ પાર્ટનર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
એર હોસ્ટેસની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની પુત્રી 28 ડિસેમ્બરે તેના કૉલ્સ રિસિવ કરી રહી નહોતી. આથી પડોશીએ કલ્યાણના અનુસૂયા નિવાસમાં જઇને તપાસ કરતાં ત છતના હુક સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક રૂક્મિણીબાઇ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
આપણ વાચો: સાંતલપુર મામલતદારનો આત્મહત્યાનો પ્રયાસઃ 6 લોકોની ગેંગ દ્વારા બ્લેકમેઈલિંગનો આક્ષેપ
એર હોસ્ટેસના પરિવારે દાવો કર્યો હતો કે તેમની પુત્રી અને આરોપી 2020થી રિલેશનશિપમાં હતાં. એર હોસ્ટેસના કેટલાક ફોટા આરોપી જાહેર કરી દેવાની ધમકી આપી રહ્યો હતો. તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને તાજેતરમાં બીજી યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો, જેને કારણે તે આત્મહત્યા કરવા મજબૂર થઇ હતી.
અંતિમસંસ્કાર બાદ પરિવારજનોએ તેના મોબાઇલ અને બૅંક સ્ટેટમેન્ટ તપાસ્યા હતા અને તેમને શંકા ગઇ હતી. ચેટ્સ રેકોર્ડસ અને તેના શરીર પરના નિશાન સૂચવે છે કે આરોપી વારંવાર તેની મારપીટ કરતો હતો.
તેના બૅંક અકાઉન્ટ રેકોર્ડ દર્શાવે છે કે આરોપીએ લગ્નને બહાને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા, જેમાં તાજેતરનો વ્યવહાર 16 ડિસેમ્બર, 2025ના રોજ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



