આ રીતે પૂજા અર્ચના કરવાથી તમને થશે ભગવાનની દિવ્ય ઉર્જાનો અનુભવ…

હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચનાની રીત અલગ હોય છે. પરંતુ દરેક દેવી દેવતાની પૂજા વખતે લોકોમાં એક સામાન્ય અસમંજસ જોવા મળે છે કે પૂજા વખતે આંખો ખુલી રાખવી કે બંધ? ઘણા લોકો એવું માને છે પૂજા અર્ચના સમયે આંખ ખુલી રાખવી જોઈએ, જ્યારે ઘણા એવું માને છે કે આંખ બંધ રાખવી જોઈએ. પરંતુ આ સમસ્યાનું સમાધાન પણ આપણ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આરતી અને મંત્ર જાપની સાચી રીત કઈ છે.
આંખ ખુલ્લી રાખવાનો ફાયદો
જ્યારે આપણે આરતી કે મંત્ર જાપ દરમિયાન આંખો ખુલ્લી રાખીને ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ, ત્યારે આપણને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. સ્કંદ અને પદ્મ પુરાણમાં જણાવાયું છે કે આંખો ખુલ્લી રાખવાથી ભગવાન અને આત્મા વચ્ચે ગાઢ જોડાણનો અનુભવ થાય છે. આ રીતે આરતી કરવાથી ભક્તને ભગવાનની દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે. જો આંખો બંધ હોય, તો આ અનુભવ અધૂરો રહી શકે છે, કારણ કે દર્શનનો લાભ મળતો નથી.

આંખો બંધ કરીને આરતી કે મંત્ર જાપ કરવું પણ ખોટું નથી. ઘણા ભક્તો આ રીતે પોતાના ઈષ્ટદેવ સાથે મનથી જોડાવા માગે છે. આંખો બંધ કરવાથી બાહ્ય વિશ્વની ઉર્જાથી તાત્કાલિક અલગ થઈ જવાય છે, જેનાથી નકારાત્મક ઉર્જા આપણી તરફ આકર્ષાતી નથી. આ રીતે ભક્ત પોતાની અંદરની ઉર્જા અને શાંતિનો અનુભવ કરી શકે છે. આ પદ્ધતિને ઊંચા સ્તરની ભક્તિ તરીકે પણ ગણવામાં આવે છે, કારણ કે તે ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
આંખો ખુલ્લી હોય કે બંધ, શાંત અને એકાગ્ર મનથી આરતી અને મંત્ર જાપ કરવાથી ભગવાનની દિવ્ય ઉર્જાનો સાચો અનુભવ થાય છે. આંખો ખુલ્લી રાખવાથી મન આસપાસની વસ્તુઓમાં ભટકી શકે છે, જ્યારે આંખો બંધ કરવાથી એકાગ્રતા વધે છે. બંને રીતે, જો ભક્ત શ્રદ્ધાપૂર્વક અને શાંત ચિત્તથી આરાધના કરે, તો તેને આરતી અને મંત્રની શક્તિનો અનુભવ થાય છે. આ અનુભવ આધ્યાત્મિક રીતે અનન્ય અને શાંતિ આપનારો હોય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણપણે સાચી અને ચોક્કસ છે. વધુ માહિતી માટે શાસ્ત્રોક્ત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો…કોમી એકતાનું ઉદાહરણ એટલે કાલાવડનું શીતળા માતાજીનું મંદિર, જ્યાં મુસ્લિમ ફકીરના વંશજો કરે છે પૂજા