શું તમે નકલી અંજીર ખાઈ રહ્યા છો? અસલી અંજીરની ઓળખ કરવા માટે આ ટિપ્સ અપનાવો…

Figs identify tips: સૂકા મેવાનો રાજા કહેવામાં આવે છે? તમારા મનમાં કાજુ, બદામ અને અખરોટનું નામ આવ્યું હશે. પરંતુ આ ત્રણ પૈકી એકેય સૂકા મેવાનો રાજા નથી. અંજીરને સૂકા મેવાનો રાજા કહેવામાં આવે છે.
અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ તેની ખરીદી કરતી વખતે સાવધાન રહેવું પડે છે. કારણ કે, કેટલાક બજારોમાં નકલી અંજીર પણ મળી રહ્યા છે. જેથી તેની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને નકલી અંજીરની ખરીદી કરવાથી બચી શકાય છે.
અંજીરનેે તોડી અથવા દબાવીને કરો આ કામ
અસલી અને નકલી અંજીરની ઓળખ કરવાની સૌથી સારી રીત તેને વચ્ચેથી તોડીને તપાસ કરવાની છે. જો અંજીર અંદરથી લાલ અથવા મરૂન રંગનું હોય અને તેમાં નાના-નાના બીજ દેખાય તો સમજી જવું કે તમારા હાથમાં અસલી અંજીર આવ્યું છે. પરંતુ જો અંજીર અંદરથી સફેદ અથવા પીળું હોય, તો સમજી જવું કે તેને કેમિકલની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે.

અંજીરને હળવેથી દબાવીને પણ તેના અસલી કે નકલી હોવાની ઓળખ થઈ શકે છે. જો અંજીર હળવું નરમ અને ચીપચીપું હોય તો સમજો કે તે અસલી અંજીર છે. જ્યારે નકલી અંજીર વધારે ટાઈટ અને ડ્રાય હોય છે. આ સિવાય રંગ પરથી પણ તેની ઓળખ થઈ શકે છે.
અંજીરનો રંગ પણ આપશે ઓળખ
આછા ભૂરા અથવા ઘાટા ભૂરા રંગનું અંજીર જે દેખાવે વધારે ચમકદાર ન હોય એ અસલી અંજીર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. પરંતુ બજારમાં વધારે પીળા, સોનેરી અથવા ચમકદાર અંજીર પણ મળે છે.
આ અંજીરને કેમિકલ દ્વારા પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે. તેથી આવા અંજીર ખરીદવા જોઈએ નહીં. અસલી અંજીરની સુગંધમાં થોડી મીઠાસ જેવી કુદરતી સુગંધ હોય છે. જ્યારે નકલી અંજીરમાં વિચિત્ર ગંધ આવી શકે છે.
આ પણ વાંચો…કિડનીના દુશ્મન છે આ ફૂડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…