સ્પેશિયલ ફિચર્સ

આ ટબૂડી કરે છે કેટલી મોટી વાતઃ ટ્વીટર પર વાયરલ વીડિયોમાં જૂઓ

આખો દેશ ગરમીથી ત્રાહિમામ છે. ગુજરતના મોટા ભાગના શહેરો-ગામોમાં ગરમીનો પારો લગભગ 42 ડિગ્રીથી પાર છે. એક સમયે પ્લીઝન્ટ એટમોસ્ફીયર માટે સૌનું ફેવરીટ મુંબઈ એપ્રિલ મહિનામાં 40 ડિગ્રીથી વધારે તાપમાને તપી રહ્યું છે. દાયકાની સૌથી વધુ ગરમી આ એપ્રિલમાં પડી છે. ગરમી અને સાથે પ્રદૂષણને લીધે દરેક સિઝનમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે.

માત્ર ભારત નહીં વિશ્વના નિષ્ણાતો વધતા તાપમાન સામે લાલ બત્તી ધરી રહ્યા છે. તાપમાન વધવાના ઘણા કારણોમાંનું એક મુખ્ય કારણ ઘટતા જંગલો-હરિયાળી અને વૃક્ષો છે ત્યારે એક બહુ મોટો વર્ગ પર્યાવરણની ચિંતા કરે છે, પરંતુ જોઈએ તેટલી ગંભીરતાથી આ વિષયને ચર્ચામાં લેવામાં આવ્યો નથી. હાલની પેઢી પર્યાવરણને લીધે ઉદ્ભવતી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે આવનારી પેઢી માટે હજુ કેવો કપરો સમય આવશે તે પ્રશ્ન વિકરાળ બની સામે ઊભો છે.

આવામાં એક નાનકડી ભૂલકીનો વીડિયો વાયરલ થયો છે. જે પોતાની કાલીઘેલી ભાષામાં વૃક્ષોનું જે મહત્વ સમજાવી રહી છે તે ખરેખર તો આપણે મોટાઓએ સમજવાની અને તે પ્રમાણે અનુસરવાની જરૂર છે. ફોન પર વાત કરતી આ ભૂલકીનો વીડિયો તેની મમ્મીએ શૂટ કર્યો છે અને હેમા ચારી માદાભુશી નામની વ્યક્તિ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. બાળકી ફોન પર વાત કરી રહી છે. એક્ચ્યુઅલી આ ઈમેજનરી ફોનકોલ છે. જેમાં લગભગ ત્રણ કે ચાર વર્ષની બાળકી વૃક્ષો તોડવા જરૂરી છે કે એવો સવાલ કરે છે.

જેમાં હેમાએ પણ લખ્યું છે કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ મામલે વાકેફ કરવાની જરૂર છે. હેમાએ સ્વચ્છહવા ચુનાવ નામે એક મોહિમ પણ શરૂ કરી છે.

તમે પણ જૂઓ વીડિયો અને વિચારો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button