મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હેં, Isha Ambaniએ કર્યું કંઈક એવું જોતી જ રહી ગઈ Shloka Mehta And Radhika Merchant…

મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. પરંતુ આ બધા વચ્ચે અંબાણી પરિવાર (Ambani Family)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ પોતાની બંને ભાભીઓ પર જરાય રહેમ દેખાડ્યા વગર કંઈક એવું કર્યું હતું કે શ્લોકા મહેતા (Shloka Maheta) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) બંને જોતા જ રહી ગયા હતા…

મે મહિનાના અંતમાં યોજાયેલાં બીજા પ્રિ-વેડિંગ ફંક્શનના ફોટો સોશિયલ મીડિયા પર જેમ જેમ વાઈરલ થઈ રહ્યા છે એ જોતાં જ અંબાણી પરિવારની લેડિઝની ફેશનસેન્સની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. અત્યાર સુધી તો નીતા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના લૂકના જ ફોટો સામે આવ્યા હતા. પરંતુ હવે ઈશા અંબાણીનો લૂક પણ સામે આવ્યો છે અને એમાં કોઈ જ શંકા નથી કે બંને ભાભીઓ પર ભારે પડવામાં ઈશા અંબાણીએ કોઈ જ કસર બાકી રાખી નહોતી.

ઈશાએ આ ઈટલીમાં ક્રૂઝ પર યોજાયેલા આ પ્રિ-વેડિંગ ફંક્શનની દરેક ઈવેન્ટમાં એકથી ચઢિયાતા એક લૂક કેરી કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં ઈશા અંબાણી ફિલોસફીનો ગિંગમ ડ્રેસ પહેર્યો હતો અને આ મિડીમાં લો-કટ સ્ક્વેર નેકલાઈન આપવામાં આવી છે અને એની સાથે સ્પેગેટી સ્ટ્રેપ્સ પેયરઅપ કર્યો હતો.

આ પણ વાંચો: Ambani Familyમાં પ્રવેશતા પહેલાં Radhika Merchantએ તોડી પરિવારની આ ખાસ પરંપરા?

આ આઉટફિટના બસ્ટ એન્ડ વેસ્ટ પોર્શનને કોર્સેટ જેવો લૂક આપવામાં આવ્યો હતો. જ્યારે લેક પોર્શન પર ફ્રન્ટ સ્લિટ આપવામાં આવી છે. આ ડ્રેસ સાથે ઈશાએ શિમરી ફિનિશનો સ્વેટર સ્ટાઈલ ગુચીનો શ્રગ પેયર કર્યો, જે ગ્રીન ટોનનો હતો. જ્વેલરીની વાત કરીએ તો આ લૂકમાં ઈશાએ જ્વેલરીને મિનીમલ રાખીને જ્વેલ સ્ટડેડ ઈયર રિંગ્સ પહેર્યા હતા.

પાર્ટીના બીજા લૂકની વાત કરીએ તો ગોર્જિયસ બોડીકોન ગાઉનમાં ઈશા એકદમ કમાલની લાગી રહી છે. આ લૂકને ડ્રામા એલિમન્ટને વધારવા માટે તેમાં બીડ્સ અને સ્ટ્રિંગ્સથી લોર પોર્શનને રેડી કરવામાં આવ્યો હતો. આ ડ્રામેટિક ટચવાળા આ આઉટફિટ્સ સાથે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ અને રિંગ પેરઅપ કર્યા હતા. હેર સ્ટાઈલની વાત કરીએ તો ક્લાસિક વેવ્ઝવાળા વાળમાં નેચરલ ટોન મેકઅપમાં ઈશા બંને ભાભીઓ પર ભારે પડી હતી.

પાર્ટીના થર્ડ લૂકમાં ઈશા લેબનાની લક્ઝરી લેબલ જોર્જિસ હોબેકાના આઉટફિટમાં પોતાના હુસ્નનો જાદુ વિખેર્યો હતો. ક્રીમ ટોનના સ્કિનટાઈટ સીમલેસ અપર વેર સાથે ઈશાએ મેક્સી સ્કર્ટ પહેરી હચી અને એને ફ્રિન્જ્ડ સ્ટાઈલમાં કટ કરવામાં આવી હતી. આ આઉટફિટના વેસ્ટ એન્ડ બટ પોર્શન હેવી ગોલ્ડન વર્કથી તૈયાર કરવામાં આવ્યો હતો.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના પહેલાં પ્રિ-વેડિંગ ફંક્શનની જેમ જ બીજા પ્રિ-વેડિંગ ફંક્શન માટે પણ અનાઈતા શ્રોફ અદજાનિયાએ ઈશા અંબાણી માટે લૂક્સ સ્ટાઈલ કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…