આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

Heat Stroke Alert: આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધો…

હજી તો એપ્રિલ મહિનાના 10 દિવસ બાકી છે ત્યાં દેશના અનેક વિસ્તારોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન ખાતા દ્વારા પણ નાગરિકો લૂથી બચવા માટે જરૂરી એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં Heat Stroke આવવાની શક્યતાઓ પણ વધી જાય છે ત્યારે અમે તમારા માટે કામની માહિતી લઈને આવ્યા છીએ…

ભારત સરકારે પણ Heat Strokeને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને આ સમસ્યાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગને પણ આવશ્યક સૂચનાઓ આપી દીધી છે. પણ આખરે આ હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે? ચાલો આજે તમને આ હીટ સ્ટ્રોકના લક્ષણો વિશે જણાવીએ. જો તમને પણ આવા લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરોની સલાહ લો…

મુંબઈના એક જાણીતા હેલ્થ એક્સ્પર્ટના જણાવ્યા અનુસાર જો તમને ઉલ્ટી કે ઝાડા થાય તો આ હીટ સ્ટ્રોકના પ્રમુખ લક્ષણો છે. આ સિવાય ઘણા લોકોમાં ચક્કર આવવાની કે બેભાન થવાની સમસ્યા પણ જોવા મળે છે. જો તમને તમારી આસપાસના લોકોમાં કે તમારા પોતાનામાં પણ આવા કોઈ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લો. હીટ સ્ટ્રોકમાં મોટેભાગે ઉલ્ટી અને ઝાડાની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યાઓને બિલકુલ પણ હળવાશથી ના લેવું જોઈએ.

હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ એવા સવાલના જવાબમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વધારે ગરમી હોય એવા સમયે એટલે કે બપોરના સમયે ઘરથી બહાર જવાનું ટાળો. જો તમે ઘરથી બહાર જઈ રહ્યા છો તો તડકાથી બચવા માટે ટોપી, સ્કાર્ફ, છત્રી, સનગ્લાસીસ અને સન સ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો. આ ઉપરાંત દર થોડા સમયે પાણી પીવાની સાથે સાથે દિવસભરમાં શક્ય હોય એટલું વધુને વધુ પ્રવાહી પીણાનું સેવન કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button