મચ્છરના કરડવાથી HIV સંક્રમણ ફેલાય કે નહીં? જાણો શું છે સાચી વાત

HIV AIDS infection from mosquitoes: પોતાના જીવનમાં દરેક વ્યક્તિને મચ્છર કરડે છે. ઘણીવાર વ્યક્તિ મલેરિયા-ડેન્ગ્યુ જેવી બીમારીનો શિકાર પણ બને છે. યોગ્ય સારવાર લઈને વ્યક્તિ મલેરિયાથી છૂટકારો પણ મેળવે છે. પરંતુ એક વિચાર એવો પણ આવે કે, જો કોઈ HIV સંક્રમણ ધરાવતી વ્યક્તિને મચ્છર કરડે, તો તેના દ્વારા અન્ય વ્યક્તિમાં HIV એઈડસનું સંક્રમણ ફેલાઈ શકે કે નહીં? આ ખૂબ મહત્ત્વની જાણવા જેવી બાબત છે.
મચ્છરથી HIV એઈડસ થવાનું જોખમ કેટલું?
મચ્છર સામાન્ય રીતે વ્યક્તિનું લોહી પીવે છે. મચ્છરના કરડવાથી ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માણસના શરીરમાં જાય છે. તે વ્યક્તિના લોહીમાં વહેવા માંડે છે અને તેને બીમાર પાડે છે. HIV એઈડસ લોહીથી ફેલાતી બીમારી છે. HIV સંક્રમીત વ્યક્તિનું લોહી ચડાવવાથી આ બીમારી થઈ શકે છે. આ સિવાય પણ તેના અન્ય કારણો છે. પરંતુ HIV એઈડસ સંક્રમીત વ્યક્તીને કરડેલું મચ્છર HIV એઈડસનું સંક્રમણ ફેલાવતું નથી. જેની પાછળ મચ્છરોની જૈવિક પ્રક્રિયા જવાબદાર છે.
WHOએ કરી પુષ્ટી
માણસના શરીરમાંથી પીધેલું લોહી પચાવવામાં મચ્છરને 1-2 દિવસનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન માણસ દ્વારા મચ્છરના શરીરમાં ગયેલા વાયરસની અસર પણ સમાપ્ત થઈ જાય છે. તેથી મચ્છર માત્ર ડેન્ગ્યુ અને મલેરિયા જેવા વાયરસનું જ પોતાના શરીરથી અન્ય વ્યક્તિના શરીરમાં વહન કરે છે. પરંતુ તે HIV એઈડસનું વહન કરી શકતું નથી.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાતની પુષ્ટી કરી છે કે, મચ્છર HIV એઈડસનું વાહક હોઈ શકે નહીં. WHOના અહેવાલ પ્રમાણે દુનિયામાં દર વર્ષે લગભગ સાત લાખ લોકોનું મચ્છર કરડવાના કારણે મૃત્યુ થાય છે.