શું તમે જાણો છો આપણા શરીરને કેટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સની જરૂર હોય છે?

સ્વસ્થ રહેવું છે તો ફક્ત સારું ખાવું પૂરતું નથી, તેને કેટલું ખાવું એ પણ એટલું જ મહત્વનું છે! ઘણી વખત વધુ માત્રામાં ખાવું પણ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે, ડ્રાયફ્રૂટ્સમાં વિટામિન, મિનરલ્સ, હેલ્ધી ફેટ અને પ્રોટીનનો ભરપૂર ભંડાર હોય છે. જ્યારે આ હેલ્દી ડ્રાયફ્રૂટ્સ ઘણી વખત કેલરીન વધારવાનું કારણ બની જાય છે. કેમ આ ડ્રાયફ્રૂટ્સમાં વધુ માત્રામાં કેલેરી હોય છે. જેનાથી વજન વધે છે, જ્યારે બીજી બાજું ઓછું ખાશો તો ફાયદો નહીં મળે. એટલે દરરોજ કયા ડ્રાયફ્રૂટ્સ કેટલા ખાવા જોઈએ એ જાણવું જરૂરી છે. ચાલો, આજે એકદમ સરળ રીતે સમજીએ કે તમારી મુઠ્ઠીમાં કેટલું હોવું જોઈએ!

બાદામ
સામાન્ય રોજ 4 થી 7 બાદામ રાત્રે પલાળીને સવારે ખાવાની આદત પાડો. પલાળેલા બાદામનું છોલું સરળતાથી નીકળી જાય છે અને શરીરને વિટામિન E, મેગ્નેશિયમ, ફાઈબર અને ઓમેગા-3 સંપૂર્ણ મળે છે. આનાથી ખાંડનું સ્તર કંટ્રોલ રહે છે, વજન નથી વધતું અને ત્વચા-વાળ પણ ચમકે છે.

અખરોટ
રાત્રે 3-4 અખરોટ પલાળીને સવારે ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટ ભરપૂર હોય છે, જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. બસ યાદ રાખજો – 4થી વધુ નહીં!

કિસમિસ
40 થી 60 ગ્રામ (લગભગ 2 નાની ચમચી) કિસમિસ રોજ ખાવાથી આયર્ન, કેલ્શિયમ અને ફાઈબર મળે છે. દૂધમાં, દહીંમાં કે સલાડમાં નાખીને ખાઓ તો પણ ચાલે. ચહેરા પર નેચ્યુરલ ગ્લો આવે છે અને થાક નથી લાગતો. પણ 60 ગ્રામથી વધુ ન ખાશો, નહીંતર શરીરમાં શુગર વધી જવાની શક્યતા રહેશે.

પિસ્તા અને કાજુ
નિષ્ણાંતો પ્રમાણે પિસ્તા 25-30 દાણા (લગભગ 15-20 ગ્રામ) અને કાજુ 12-15 દાણા (લગભગ 15 ગ્રામ) રોજ પૂરતા છે. બંનેમાં એન્ટીઑક્સિડન્ટ્સ, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે. વજન ઘટાડવું હોય કે હાડકાં મજબૂત કરવા હોય – બંને કામ કરે છે. હળવા ભૂંજીને કે કાચા જ ખાઈ લો, મીઠું વગરના જ લેવા!
આપણ વાંચો: ભારતના એવા રેલવે સ્ટેશન કે જેના નામ સીધા વાંચો કે ઊંધા, કોઈ ફરક નથી પડતો…



