સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ચાની વધુ ચૂસકીઓ મારો છો, પહેલાં આ વાંચી લો…

અત્યારે દેશભરના વિવિધ સરસમજાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આપણામાંથી લોકોને આ સરસમજાની ઠંડીમાં ગરમાગરમ મસાલાવાળી ચાની ચૂસકીઓ મારવાનું પસંદ કરે છે. પરંતુ હવે આ ચા પીનારાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ સમાચાર…

આપણામાંથી મોટાભાગના લોકોને સવાર સવારમાં ચાની ચૂસકીઓ મારવાનું ખૂબ જ પસંદ હોય છે અને ઘણા લોકો આખા દિવસ દરમિયાન આઠથી દસ કપ ચા પી જતા હોય છે. હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સરવાળે વિનાશ જ નોતરે છે અને એવું જ ચા સાથે પણ છે.

જો તમે પણ શિયાળામાં ઠંડી ભગાડવા માટે અને સ્ફૂર્તિ લાવવા માટે વધુ પડતી ચા પી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. ચાનું વધુ પડતું સેવન તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વારંવાર ચા પીવાથી શરીરમાં આયરનની ઉણપ સર્જાઈ શકે છે. એટલું જ નહીં પણ આવું ચાના વધુ પડતા સેવનને કારણે તમને થાક અને બેચેનીનો અહેસાસ થઈ શકે છે.

વધુ પડતી ચાનું સેવન કરવાને કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યા તો સતાવે જ છે અને એ વાતથી તો આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. પણ શું તમને ખબર છે કે આને કારણે તમારી સ્લિપિંગ સાઈકલ પણ ડિસ્ટર્બ થાય છે? જી હા વધારે પડતી ચા પીવાને કારણે તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

વધારે પડતી ચાના સેવનના આટ-આટલા ડિસએડવાન્ટેજ વિશે જાણીને ચોક્કસ જ તમે પણ આજથી જ પ્રમાણસર ચા પીવાની શરું કરી દેશો હેં ને?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત