સ્પેશિયલ ફિચર્સ

કાશ્મીરને કહો ટાટા બાય બાય, ગુજરાતમાં જ છે કાશ્મીર કરતાં બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ…

મે મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ જો તમે પણ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારે ચોક્કસ જ આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવા જોઈએ. અમે અહીં આજે તમારા માટે ગુજરાતમાં જ આવેલા એક સુંદર ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે સુંદરતામાં ધરતીના સ્વર્ગ સમાન કાશ્મીરને પણ ટક્કર મારે એવું છે. ચાલો જોઈએ કઈ છે આ પ્લેસ…

કાશ્મીર એ ધરતીનું સ્વર્ગ છે અને દર વર્ષે હજારો પર્યટકો કાશ્મીર ફરવા માટે આવે છે. પરંતુ હાલમાં જ પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા બાદથી લોકો કાશ્મીર ફરવા જતાં ખચકાવવા લાગે એ સ્વાભાવિક છે.

એક પછી એક લોકો ટ્રાવેલ પ્લાન્સ કેન્સલ કરી રહ્યા છે. આવા સમયે અમે તમને ગુજરાતના એક આવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની સુંદરતા સામે તો કાશ્મીર પણ ફિક્કુ લાગે.

આપણ વાંચો: Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?

મહત્ત્વની વાત એટલે કાશ્મીર ફરવા કરતાં પણ ઓછો ખર્ચ આ ડેસ્ટિનેશન ફરવા માટે કરવો પડશે. અહીં જે ડેસ્ટિનેશન વિશે વાત કરી રહ્યા છીએ એ છે દૂધની લેક. દૂધની લેક એ એકદમ બેસ્ટ પ્લેસ છે. દાદરા નગર હવેલીમાં આવેલા આ લેકમાં શિકારામાં બેસીને ફરતી વખતે તમને તમે કાશ્મીરના જ કોઈ લેકમાં શિકારામાં ફરી રહ્યા છો એવો અહેસાસ થશે.

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દૂધની લેક આવેલું છે. દમણગંગા નદી પરનું દૂધની લેક કપલ્સમાં એકદમ હોટફેવરિટ ડેસ્ટિનેશન બનતું જઈ રહ્યું છે. જંગલ અને ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલું આ લેક તેની સુંદરતાને કારણે ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે.

આપણ વાંચો: બોલો, ભારતમાં જ છે આવેલું એક બીજું માલદીવ, સુંદરતા તો એવી કે…

પહાડ, નદી, જળાશય અને કુદરતી સુંદરતા આવનારા લોકોનું મન મોહી લે છે. આ લેકમાં પણ કાશ્મીરની જેમ જ સુંદર રંગબેરંગી કપડાથી સજાવેલી શિકારા જેવી બોટ્સ જોવા મળે છે અને આ બોટમાં ફરતી વખતે તમને તમે કાશ્મીરમાં જ ફરતાં હોવ એવો અહેસાસ થશે.

તો રાહ કોની જુઓ છો? આ વેકેશનમાં પેક યોર બેગ્સ અને ગુજરાત મિની કાશ્મીર તરીકે ઓળખાતા આ સ્થળની મુલાકાત ચોક્કસ લેજો હં ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button