જ્યારે શ્રીકૃષ્ણે તોડ્યું ઇન્દ્રનું અભિમાન: જાણો ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ અને પૂજા વિધી | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

જ્યારે શ્રીકૃષ્ણે તોડ્યું ઇન્દ્રનું અભિમાન: જાણો ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ અને પૂજા વિધી

ગોવર્ધન પૂજા કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવવામાં આવે છે, જેમાં લોકો ગોવર્ધન પર્વતનું પ્રતીક બનાવીને તેની પૂજા કરે છે. આ તહેવાર સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે આવે છે, પરંતુ ક્યારેક તેમાં એક દિવસનો અંતરાલ પણ પડી શકે છે. આ પર્વને અન્નકૂટ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ભગવાન કૃષ્ણે ઇન્દ્રને હરાવીને વૃંદાવનના લોકોને બચાવ્યા તેની યાદમાં મનાવવામાં આવે છે.

આ તહેવાર ભગવાન કૃષ્ણની લીલાને યાદ કરીને મનાવવામાં આવે છે અને તેમાં અન્નકૂટની પરંપરા પણ જોડાયેલી છે. આજ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ગોકળુંવાસીઓને ઈન્દ્રના પ્રકોપથી બચાવ્યા હતો. ધાર્મિક માન્યતા પ્રમાણે ગોળકું પહેલા દર વર્ષે આ દિવસે ભગવાન ઈન્દ્રની પૂજા થતા પરંતુ કૃષ્ણના કહેવાથી લોકોએ ગોવરંધન પૂજા કરવાનું નક્કી કર્યું હતુ. જે બાદ ઈન્દ્ર કોપાઈમાન થઈ ભારે વર્ષાનો કહેર વરસાવ્યો હતો.

આ વર્ષે ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. સવારના 6:30થી 8:47 વાગ્યા સુધીના મુહૂર્તમાં પૂજા કરી શકાય છે, જ્યારે સાંજના મુહૂર્તમાં તે બપોરે 3:36થી 5:52 વાગ્યા સુધી રહેશે.

ગોવર્ધન પૂજાની સામગ્રી

પૂજા માટે જરૂરી વસ્તુઓમાં રોલી, અક્ષત, ચોખા, પતાશા, મીઠાઈ, ખીર, સરસવના તેલનો દીવો, ફૂલ, દહીં, મધ, ધૂપ-દીપ, કળશ, કેસર, ફૂલની માળા, કૃષ્ણજીની મૂર્તિ કે ફોટો, ગાયનું ગોબર, ગોવર્ધન પર્વતની તસવીર, ગંગાજળ, પાન અને પૂજાની કથાની પુસ્તકનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ પૂજાને પૂર્ણ અને શુદ્ધ બનાવે છે. ગોવર્ધન પૂજા કરવા ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધીનો આશીર્વાદ મળે છે.

ગોવર્ધન પૂજાની વિધિ

પૂજા સવાર કે સાંજ કોઈપણ સમયે કરી શકાય છે. ગાયના ગોબરથી ગોવર્ધન મહારાજની આકૃતિ બનાવીને તેને ફૂલોથી સજાવવામાં આવે છે. તેની નાભિ પર માટીનો દીવો મૂકીને તેમાં દહીં, મધ, પતાશા, દૂધ અને ગંગાજળ જેવી વસ્તુઓ પધરાવવામાં આવે છે. પૂજા દરમિયાન લોટાથી જલ ચડાવવામાં આવે છે, અને જવ વાવતા સાત વાર પરિક્રમા કરવામાં આવે છે. આ દિવસે ગાય, બળદ અને ખેતીમાં વપરાતા પશુઓની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે.

ડિલક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક વિશ્વાસ અને લોકમાન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. અમે આ માહિતીની સત્યતાની કોઈ ગેરંટી આપતા નથી.

આપણ વાંચો:  ચંદ્રની કળાથી નક્કી થાય છે તહેવાર! જાણો ‘પડતર દિવસ’નું રહસ્ય અને તેનું મહત્વ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button