સેકન્ડહેન્ડ સામાન ખરીદવામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, જાણો ભારત કેટલામાં સ્થાને...
સ્પેશિયલ ફિચર્સ

સેકન્ડહેન્ડ સામાન ખરીદવામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, જાણો ભારત કેટલામાં સ્થાને…

નવી દિલ્હી: ભારતમાં એક વર્ગ એવો છે, જે સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા માટે પડાપડી કરે છે. દેશના દરેક શહેરોમાં એવું બજાર જોવા મળે છે. જ્યાં સેકન્ડ હેન્ડ સામાન વેચાય છે. પરંતુ ભારત સિવાય પણ ઘણા એવા દેશો છે.

જ્યાં સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા વેચાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે, સેકન્ડ હેન્ડ સામાન ખરીદવામાં ભારત બીજા ક્રમે છે. ત્યારે પહેલા ક્રમે કોણ છે? આવો જાણીએ.

સેકન્ડ હેન્ડ સામાન ખરીદવામાં પહેલા ક્રમે કોણ?
વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટિકે તાજેતરમાં એક આંકડો જાહેર કર્યો છે. આ આંકડો સેકન્ડ હેન્ડ સામાન ખરીદનાર દેશોનો છે. જેમાં 19 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, સેકન્ડ હેન્ડ સામાન ખરીદવામાં 62 ટકા સાથે ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે.

60 ટકા સાથે ભારત બીજા ક્રમે છે. ત્યારબાદ અમેરિકા, ફિનલેન્ડ અને યુનાઈટેડ કિંગડમ 59 ટકા સાથે સેકન્ડ હેન્ડ સામાન ખરીદે છે.

સેકન્ડ હેન્ડ સામાન ખરીદતા દેશોની યાદીમાં ફ્રાન્સ, પોલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, ચીન,સ્વીડન, કેનેડા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, સ્પેઈન, ઇટલી, સાઉથ કોરિયાનો પણ સમાવેશ થાય છે.

સેકન્ડ હેન્ડ સામાનનું સૌથી મોટું બજાર ક્યાં છે?
ફર્નિચર, ક્લોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્પોર્ટિંગ ગુડ્સ જેવી વસ્તુઓ સૌથી વધુ સેકન્ડ હેન્ડ સામાન તરીકે વેચાય છે. અમેરિકાના રિસર્ચ ફર્મ એમએમઆરના અહેવાલ અનુસાર દુનિયાનું સૌથી મોટું સેકન્ડ હેન્ડ બજાર ઉત્તર અમેરિકામાં આવેલું છે. ત્યારબાદ યુરોપ, એશિયા પૈસેફિક, સાઉથ અમેરિકા અને મિડલ ઇસ્ટ અને આફ્રિકાના બજારનો નંબર આવે છે.

આ પણ વાંચો…કાશ…મોબાઈલમાં સંવેદના માટે પણ એક બટન હોયઃ ચિત્તા સામે ઊભીને યુવતીએ બનાવી રીલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button