સ્પેશિયલ ફિચર્સ

આખી દુનિયા જે Ghibliની દિવાની છે કોણ છે એનું માલિક? બેંક બેલેન્સ છે રૂ. 4277935000નું…

ઈન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે પછી કોઈ બીજું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. જ્યાં જુઓ ત્યાં બસ ગિબલી ઈમેજ(Ghibli Art)નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના ફોટોનું ગિબલી આર્ટ બનાવીને અપલોડ કરી રહ્યા છે.

પણ શું તમને ખબર છે કે ગિબલી ઈમેજ પાછળનું માસ્ટર માઈન્ડ કોણ છે? આની શરૂઆત ક્યાંથી થઈ? જેણે એને જન્મ આપ્યો છે અને કોણ છે એનું ઓરિજનલ માલિક? ચાલો તમને જણાવીએ…

સોશિયલ મીડિયા પર હાલમાં ગિબલી આર્ટ એનિમેશન છવાયેલું છે. લોકો પોતાના ફોટોમાંથી એનિમેશન બનાવી રહ્યા છે પણ સૌથી પહેલાં જાણીએ કે ગિબલી શું છે? ગિબલી તમારા માટે ભલે નવું હોય પણ એની શરૂઆત 1985માં થઈ હતી.

આપણ વાંચો: ગીબલી થીમ્ડ ઈમેજ જનરેટ કરવાનો ક્રેઝ આસમાને; ChatGPT ઠપ્પ થઇ ગયું…

હેન્ડ ડ્રોન એનિમેશનની મદદથી સ્ટોરી કહેનાર આ આર્ટ સ્ટુડિયોએ લાખો લોકોનું દિલ જિત્યું છે. આ આર્ટની મદદથી માઈ નેબર ટોટરો, સ્પિરિટેડ અવે, પ્રિન્સેસ મોનોનો જેવી અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. આજે આ ફિચર એઆઈની મદદથી તમારા સુધી પહોંચ્યું છે.

ગિબલી આર્ટના મૂળિયા જાપાન સાથે જોડાયેલા છે. હયાઓ મિયાજાકી છે. મિયાજાકી નામના એનિમેટરે આની શરૂઆત કરી હતી. જે આર્ટને મિયાજાકીએ 40 વર્ષ પહેલાં બનાવ્યું આજે આખી દુનિયા એની દિવાની છે. હાયાઓ મિયાજાકી ગિબીલી સ્ટુડિયોના ફાઉન્ડર છે.

તેમણે આ એનિમેટેડ આર્ટનો ઉપયોગ કરીને 25થી વધુ એનિમેટેડ ફિલ્મ અને ટીવી સિરીઝ બનાવી છે. આ આર્ટથી બનેલી સ્પિરિટેડ અવેથી 2300 કરોજ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

આપણ વાંચો: સોશિયલ મીડિયા પર ગીબલી ઈમેજનો ટ્રેન્ડ શું છે? કેટલાક ચાહકોમાં આ કારણે રોષ

એનિમેશન ફિલ્મો અને એનાથી સંકળાયેલા બિઝનેસ પ્રોડક્ટ્સ, ફિલ્મોની ઓનલાઈન સ્ટ્રિમિંગ રાઈટ્સથી મિયાજાકીને મોટી કમાણી થાય છે. 2025 સુધી મિયાજાકીની અંદાજિત સંપત્તિ 50 મિલિયન ડોલર એટલે કે 427 કરોડ રૂપિયાની આસપાસ છે.

તેમની ગણતરી દુનિયાના સૌથી અમીર એનિમેટર નિર્દેશકોમાં કરવામાં આવશે. આજે ચેટજીપીટી એઆઈની મદદથી તેમનું ગિબલી આર્ટ દુનિયાના ખુણે ખુણે પહોંચી ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓપનએઆઈના ચેટજીપીટીએ નવું ટૂલ બનાવીને લોન્ચ કર્યું અને ઈન્ટરનેટ પર તો જાણે તોફાન આવી ગયું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કંપનીએ ખુદ લોકોને રિક્વેસ્ટ કરવી પડી રહી છે કે થોડી ધીરજ રાખો, લોકોની ડિમાન્ડને કારણે તેઓ રાહતનો શ્વાસ નથી લઈ શકતા.

આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી હતી કે ઓપનએઆઈનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. તમે પણ આ ગિબલી આર્ટ ટ્રાય કર્યું કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button