સ્પેશિયલ ફિચર્સ

તમે પણ જનરેટ કરવા માંગો છો Ghibli Style Image? આ પાંચ એપ કરશે મદદ…

આજકાલ જેનું પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઓપન કરીને જોઈ લો ગિબલી આર્ટથી તૈયાર કરેલાં ફોટો જોવા મળી જ જાય. સોશિયલ મીડિયા પર આ ગિબલી ઈમેજ ટ્રેન્ડ થઈ રહી છે.

લોકોમાં વધતાં જતાં ક્રેઝને કારણે ચેટજીપીટીને પણ ફોટો જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી છે આવી સ્થિતિમાં જો તમે પણ તમારા ગિબલી ફોટો બનાવવા માંગો છો તો આજે અમે તમારા માટે અહીં તમારા માટે પાંચ એવી એપની માહિતી લઈને આવ્યા છીએ કે જે તમને ફ્રીમાં ગિબલી ફોટો બનાવવામાં મદદ કરશે. આવો જોઈએ કઈ છે આ એપ…

આપણ વાંચો: તમારી મજા સજામાં ના ફેરવાય, ઓળખ ચોરીનું મંડરાઈ રહેલું જોખમ, આ વાંચી લો…

ગ્રોક એઆઈઃ

જો તમે પણ ગિબલી ઈમેજ બનાવવા માંગો છો તો આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે ગ્રોક એઆઈનું. તમે ગ્રોક એઆઈની મદદથી તમે ગિબલી ફોટો જનરેટ કરી શકો છો. આ પ્રકારના ફોટો બનાવવા માટે તમારે ગ્રોક 3 મોડલનો ઉપયોગ કરવો પડશે.

જેમિનીઃ

ગ્રોક અને ગિબલી સિવાય તમે જેમિની એપ પર પણ તમારા ગિબલી એનિમેટેડ પિક્ચર તૈયાર કરી શકો છો. આ માટે તમારે જેમિની એપ ઓપન કરીને ટ્રાન્સફોર્મ ધીસ ફોટો ઈનટુ ગિબલી સ્ટાઈલ એમીન પ્રોમ્પ્ટનો યુઝ કરવો પડશે.

આપણ વાંચો: આખી દુનિયા જે Ghibliની દિવાની છે કોણ છે એનું માલિક? બેંક બેલેન્સ છે રૂ. 4277935000નું…

ક્રૈયોનઃ

તમે ક્રૈયોન નામની એપનો ઉપયોગ પણ કરી શકો છો. આ એપની મદદથી તમે તમારા એનિમેટેડ સ્ટાઈલના ફોટો જનરેટ કરી શકો છો. આ એપ પર તમને ફોટો જનરેટ કરવા માટે પોતાનો ફોટો શેર કરીને ગિબલી પ્રોમ્પ્ટનો ઉપયોગ કરવો પડશે.

ફોટોરઃ

આ ઉપરાંત તમે ફોટોર ટૂલનો ઉપયોગ કરીને પણ ગિબલી સ્ટાઈલ ઈમેજ જનરેટ કરી શકો છો. આ એપ પર ગિબલી એઆઈ જનરેટરનું ઓપ્શન અલગથી આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી ગિબલી સ્ટાઈલ ફોટો જનરેટ કરી શકો છો.

આર્ટબ્રિડરઃ

આ એપનો ઉપયોગ કરીને પણ તમે ગિબલી સ્ટાઈલ ફોટો જનરેટ કરી શકો છો. જોકે, આ એપના કેટલાક વર્ઝન પેડ પણ હોય છે. અહીંયા તમારે તમારે તમારો ફોટો અપલોડ કર્યા હાદ બ્લેન્ડ સ્ટાઈલ ઓપ્શનમાં જઈને ગિબલી એસ્થેટિક જેવા સોફ્ટ કલર અને બીજા ઓપ્શન સિલેક્ટ કરવો પડશે.

ઈન્સમાઈન્ડઃ

આ સિવાય ઈન્સમાઈન્ડનો ઉપયોગ કરીને પણ ગિબલી સ્ટાઈલ ફોટો ક્રિયેટ કરી શકો છો. આ પ્લેટફોર્મ પર તમારે તમારો ફોટો અપલોડ કર્યા બાદ ગિબલી ફિલ્ટરનો ઓપ્શન સિલેક્ટ કરવું પડશે અને બસ તમારી ગિબલી સ્ટાઈલ ઈમેજ જનરેટ થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button