સ્પેશિયલ ફિચર્સ

પહેલી વખત મતદાન કરનારા મતદાર આટલી મહત્ત્વની વાતનું અચૂક ધ્યાન રાખજો?

મુંબઈ: અઢારમી લોકોસભા ચૂંટણી (Loksabha Election 2024)ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થયા પછી આજે બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સાથે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વોટ આપતી વખત અનેક એવી બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ વાત પહેલી વખત વોટ કરનાર મતદાતાઓ માટે પણ અત્યંત મહત્ત્વની છે. તો જાણીએ શું છે આ મહત્ત્વની બાબત.

2024ની લોકસભા ચૂંટણીમાં અનેક એવા મતદાતાઓ છે જે પહેલી વખત વોટ આપવાના હશે. પહેલી વખત વોટ આપવાનો એક જુદો જ અનુભવ હોય છે, પણ મતદાન કરતી વખતે એવી અનેક બાબત હોય છે જે તમને ખબર હોવી જરૂરી છે.


મતદાન કરવા માટે મતદાન મથક જતાં પહેલા સૌથી પહેલા પ્રથમ તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ બાબતની ખાતરી કરવી જરૂરી છે અને જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો તમે મતદાન કરી શકશો નહીં. જો તમે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છો, તો કદાચ તમને ખબર નહીં હોય કે મતદાન કરવા માટે આઇડી કાર્ડ હોવું જરૂરી છે.


મતદાન કરવા માટે વોટિંગ કાર્ડની સાથે તમારી ઓળખ કરાવતું આઇડી કાર્ડ જેમ કે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે પણ તમારી સાથે રાખવું જરૂરી છે. જો તમે પોલિંગ બૂથ પર જાઓ અને વોટિંગ દરમિયાન વીડિયો કે સેલ્ફી લેતા લેશો તો પણ તમે મુશ્કેલીમાં પડી શકો છે. વોટિંગ કરતી વખતે કે પછી પોલિંગ બૂથના પરિસરમાં કોઈપણ ફોટો કે વીડિયો લેવા ગેરકાયદે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”