કેમ CJI DY Chandrachud લોકો પાસે 500 રૂપિયાની મદદ માંગી રહ્યા છે?
આજકાલ સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સાઈબર ફ્રોડ કરનારાઓની હિંમત એટલી બધી ગઈ છે કે જેનો અંદાજો લગાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે. સ્કેમર્સે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડ (CJI DY Chandrachud)ને પણ નથી છોડ્યા.
સીજેઆઈના નામ પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટ જોતા જ ખળભળાટ મચી ગયો હતો. આવો જોઈએ શું છે આ ખાસ આ પોસ્ટમાં-
આ પણ વાંચો: ચાલુ સુનાવણીમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સામે વકીલે કેમ મૂકી વ્હીસ્કીની બોટલો?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટમાં સ્કેમર્સ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસના નામે લોકોને ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં આ પોસ્ટ ફેક હોવાનું જાણવા મળ્યું હતું. આ પોસ્ટ કરનાર વ્યક્તિ પોતાની જાતને સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ ગણાવી રહ્યો છે અને લોકો પાસેથી પૈસા માંગી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીજેઆઈ ખૂદ એક્શન મોડમાં આવી ગયા અને દિલ્હી પોલીસમાં તેમણે આ સ્કેમર્સ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે.
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે લખ્યું હતું કે તેની પાસે એક મેસેજ આવ્યો છે, જેમાં લખ્યું છે કે હેલો હું સીજેઆઈ છું અને અમારી કોલેજિયમની તત્કાલ બેઠક છે.
હું કનોટ પેલેસમાં ફસાઈ ગયો છું. શું તમે કેબ માટે મને 500 રૂપિયા મોકલી શકો છો? હું કોર્ટ પહોંચતા જ તમારા પૈસા પાછા આપી દઈશ. આ મેસજ સેન્ડ ફ્રોમ આઈપેડ વાક્ય સાથે પૂરો થાય છે. મેસેજ મોકલનારના ફોટોમાં ડીવાય ચંદ્રચૂડનો ફોટો જોવા મળી રહ્યો છે. જોત જોતામાં આ મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ પોસ્ટ સામે આવતા જ સુપ્રીમ કોર્ટે ખુદ આ વાતની નોંધ લીધી હતી. સીજેઆઈના નિર્દેશ પર સાઈબર ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં જ સાઈબર ક્રાઈમના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને લોકો આ સ્કેમર્સના સકંજામાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે.