ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાનું ટાળજોઃ શનિદેવ કોપાયમાન થશે, તો લક્ષ્મીજીના પગલાં નહીં થાય

દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિવાળી તૈયારીઓથી ઘર અને બજારોમાં તહેવારને લઈ ખુશીનો માહોલ છવાઈ જાય છે. અગ્યારિશથી શરૂ થતા દિવાળીના તહેવારમાં ધનતેરસનું અનેરું મહત્વ હોઈ છે. આ વર્ષ ધનતેરસ 18 ઓક્ટોબરના દિવસે ઉજવાશે. આ દિવસ સાથે શનિવારનો પણ યોગનો બની રહ્યો છે. આ તહેવારમાં નવી વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવાની પરંપરા છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓની ખરીદીથી બચવું જરૂરી છે જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે.
ધનતેરસનો તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને સમર્પિત છે, જ્યાં નવી વસ્તુઓ ખરીદવાથી ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે. પરંતુ આ વખતે તે શનિવારે પડતા હોવાથી જ્યોતિષ શાસ્ત્ર શનિ દેવ સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદીને ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ તહેવાર પર ધાતુના વાસણો, સાવરણી, સોનું, ચાંદી, મીઠું, ધાણાની ખરીદીનું અનેરું મહત્વ ગણાય છે. પરંતુ કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી અપશુકન માનવામાં આવે છે.

શું ન ખરીદી શકાય?
લોખંડ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓને શનિ દેવનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ધનતેરસ જેવા શુભ તહેવારમાં તેની ખરીદીથી બચવું જોઈએ. આ જ કારણે સ્ટીલના વાસણો પણ ટાળવા જોઈએ, કારણ કે તેમાં લોખંડનું મિશ્રણ હોય છે. તેમજ, સરસવનું તેલ પણ શનિ દેવને અર્પણ કરવામાં આવે છે, તેથી આ દિવસે તેલ પણ ખરીદવું અશુભ માનવામાં આવે છે. જો તમારે દીવા પ્રગટાવવા માટે તેની જરૂર હોય તો એક દિવસ પહેલા જ તેને ખરીદી લો.
કાળા રંગની વસ્તુઓને જ્યોતિષમાં નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ધનતેરસ જેવા શુભ મુહૂર્તમાં તેને ઘરમાં લાવવાથી ટાળવું જોઈએ. તેમજ, ચામડાની વસ્તુઓ જેમ કે પર્સ કે બેગની ખરદી ન કરો તે સલાહ ભર્યું રહેશે. કારણ કે તે પ્રાણીઓની ચામડીથી બને છે અને તહેવારની પવિત્રતા ઓછી થઈ જાય છે.
શું ખરીદવું જોઈએ?
જો તમે કોઈ વાસણ કે કળશ ખરીદો છો તો તેને ખાલી ઘરે ન લાવો, તેમાં ધાણા, પાણી કે મીઠી વસ્તુ ભરીને જ લાવો જેથી તે શુભ બને. આ તમામ સાવધાનીઓ અપનાવીને તમે ધનતેરસને વધુ આનંદમય અને સમૃદ્ધ બનાવી શકો છો, જેથી તહેવારની ખુશી બમણી થઈ જાય.