સ્પેશિયલ ફિચર્સ

ડોલા રે ડોલા રે ડોલા…: Dancing Elephantનો વાઈરલ વીડિયો જોયો કે?

સોશિયલ મીડિયા એ એક એવી દુનિયા છે કે જેનો કોઈ અંત જ નથી. દરરોજ સોશિયલ મીડિયા પર લાખો-કરોડોની સંખ્યામાં વીડિયો વાઈરલ થતાં હોય છે. આ વીડિયોમાંથી ઘણા વીડિયો આપણને મજા પડી જાય એવા હોય છે તો ઘણી વખત તે આપણને કંઈક શિખવી જાય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઢોલના તાલે ગજરાજ ડોલતાં દેખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ પણ વરસાવી રહ્યા છે.

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર @WokePandemic નામની આઈડી પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને 80,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો ઢોલ વગાડી રહ્યા છે અને આ ઢોલનો અવાજ સાંભળીને હાથી ડોલવા લાગે છે અને એની સાથે ત્યાં હાજર અમુક લોકો પણ ડાન્સ કરી રહ્યા છે.

જોકે, આ વીડિયો જોઈને કેટલાક લોકો એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ભાઈ આ રિયલ હાથી નથી અને કેટલાક લોકો હાથીનું કોસ્ચ્યુમ પહેરીને એની અંદર ડાન્સ કરી રહ્યા છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે બે લોકો આ કોસ્ચ્યુની અંદર છે અને એ લોકો ડાન્સ કરી રહ્યા છે.

જો તમે પણ પહેલી વખત આ વીડિયો જોશો તો તમને પણ હાથી જ ડાન્સ કરી રહ્યો છે એવું લાગે છે. જો સાચેમાં આ રિયલ હાથી નથી તો આ કોસ્ચ્યુમ બનાવનારની દાદ આપવી પડે, કારણ કે તેણે હાથીનું કોસ્ચ્યુ એ રીતે તૈયાર કર્યું છે કે તમારી આંખો પણ ધોખો ખાઈ જાય. થોડાક દિવસ પહેલાં પણ આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો, જેમાં છોટા હાથી નામના નાનકડાં ટેમ્પો પર એક હાથી જતો વીડિયો વાઈરલ થયો હતો. પરંતુ એ વીડિયોમાં પણ રિયલ હાથી નહોતો, પણ હાથીનો કોસ્ચ્યુમ જ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!