તમે પણ Google Chrome યુઝ કરો છો? આ વાંચી લેજો, નહીંતર બેન્ક એકાઉન્ટ…
મોટાભાગના લોકો સર્ફિંગ અને સર્ચિંગ માટે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે અને સરકારી એજન્સી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ગૂગલ ક્રોમ યુઝર્સ માટે આ નવી વોર્નિંગને હાઈ સિક્યોરિટી કેટેગરીમાં રાખવામાં આવી છે જેનો અર્થ એવો થાય છે કે આ ખૂબ જ સંવેદનશીલ છે.
સિક્યોરિટી એજન્સીએ ગૂગલના વેબ બ્રાઉઝરના ઓર્બિટરી કોડમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જેનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યા છે અને યુઝર્સની પર્સનલ ઈન્ફોર્મેશન ચોરીને બેન્ક એકાઉન્ટ વગેરે ખાલી કરી શકે છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી વોર્નિંગમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આ સમસ્યા ક્રોમના એક્સ્ટેન્શનમાં ખોટી રીતે ઈમ્પિમેન્ટેશનને કારણે આવી છે.
આ ખામીને કારણે હેકર્સને યુઝરની સિસ્ટમનું રિમોટ એક્સેસ મળી જાય છે. હેકર્સ આ વાતનો ફાયદો ઉઠાવીને ગૂગલ ક્રોમના સિક્યોરિટી પ્રોટેક્શનને બાઈપાસ કરી શકે છે. સ્કેમર્સ ગૂગલ ક્રોમ યુઝર્સની ખાનગી અને બેન્કિંગ ડિટેઈલ્સ, પાસવર્ડ વગેરે ચોરીને બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે.
આપણ વાંચો: ગૂગલ ડેટા સેન્ટર: સર્ચ થતી દરેક ચીજની અહીં છે જન્મકુંડલી
CERT-In દ્વારા ચોથી નવેમ્બરના આપવામાં આવેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે યુઝર્સ પોતાના પીસીમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનું લેટેસ્ટ 130.0.6723.69 વર્ઝનમાં અપડેટ કરવું જોઈએ. આ પહેલાંના વર્ઝનના ઓર્બિટરી કોડમાં ખામી છે.
કઈ રીતે અપડેટ કરશો ગૂગલ ક્રોમઃ
⦁ પીસી પર ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરને અપડેટ કરવા માટે, પહેલા બ્રાઉઝર લોન્ચ કરો.
⦁ ત્યાર બાદ ઉપર જમણી બાજુએ આપેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરો અને સેટિંગ્સ પર ક્લિક કરો.
⦁ અહીં તમે અબાઉટ ક્રોમ પર ટેપ કરતાની સાથે જ તમને તમારા બ્રાઉઝરનું વર્ઝન દેખાશે અને નવું વર્ઝન અપડેટ થવા લાગશે.
⦁ અપડેટ ડાઉનલોડ કર્યા પછી, તમારે ફરીથી Google Chrome બ્રાઉઝર શરૂ કરવું પડશે.
⦁ બ્રાઉઝર લોન્ચ કર્યા પછી, ફરી એકવાર અબાઉટ ક્રોમ પર જાઓ અને તેને નવા વર્ઝન 130.06723.92માં અપડેટ કરો.