Hanuman Jayantiની રાતે કરી લો આ ખાસ ઉપાય, થશે બજરંગબલિની ખાસ કૃપા

આજે હનુમાન જયંતિ છે અને દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ સંકટમોચન હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.
આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે એટલે તેનું વિશેષ મહત્ત્વ છે. આજે અમે અહીં હનુમાન જયંતિની રાતે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો-
આપણ વાંચો: ‘તુમ રક્ષક કાહૂ કો ડરના’ આજે હનુમાન જયંતિ પર 57 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ
એવી માન્યતા છે કે આ દિવસે જ સંકટમોચન હનુમાનજીની ઉપાસના કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. તેમના આશિર્વાદથી જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર હનુમાન જયંતિની રાતે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ તો દૂર થાય જ છે પણ ભાગ્યનો પણ સાથ મળે છે.
હનુમાન જયંતિની રાતે ગંગાજલથી સ્નાન કરો. સ્નાન કર્યા બાદ ચંદ્ર દેવની પૂજા કરીને તેમને અર્ધ્ય આપવું જોઈએ. આ સમયે ગ્રહોની શાંતિ માટે મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં રહેલાં નબળા ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે અને ઘર -પરિવારમાં હસી ખુશીનો માહોલ રહે છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (23-04-24): હનુમાન જયંતિ પર કેવો હશે મેષથી મીન રાશિ સુધીના રાશિના જાતકોનો દિવસ?
જો લાંબા સમયથી તમારી કોઈ ઈચ્છા પૂરી નથી થઈ રહી તો હનુમાન જયંતિની રાતે બજરંગબલિની પૂજા કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ સમયે બજરંગબલિને સિંદૂર, ગોળ-ચણા અને બુંદી અર્પણ કરો. પાઠ કર્યા બાદ 3થી 5 વખત પોતાની મનોકામના મનમાં બોલો. આ ઉપાયથી મનોકામના પૂરી થાય છે.
હનુમાન જયંતિની રાતે સાચા મનથી મા લક્ષ્મીની પૂજા કરો. માની સામે ઘીનો દીપક પ્રગટાવો અને શ્રી લક્ષ્મી સુક્તનો પાઠ કરો. આ ઉપાયથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને દેવામાંથી મુક્તિ મળશે.