Bhaum Pradosh Vrat 2024: ચોથી જૂનના કરો આ ખાસ ઉપાય અને મેળવો ભગવાન ભોળાનાથના Blessings…
હિંદુશાસ્ત્રોમાં પ્રદોશ વ્રતના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જે કોઈ પણ પૂરા વિધિ-વિધાનથી ભગવાન ભોળાનાથની પૂજા કરે છે એની તમામ મનોકામના પૂરી થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહી છે. પરંતુ બે દિવસ બાદ આવી રહેલાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
ચોથી જૂનના દિવસે મંગળવારે આવી રહેલાં પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત (Bhaum Pradosh Vrat 2024) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભોળાનાથની સાથે સાથે જ હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે તમે અમુક વસ્તુઓનું દાન કરીને ભગવાન શિવની કૃપા મેળવી શકશો. આવો જોઈએ કઈ કઈ છે આ વસ્તુઓ કે જે તમારું સૂતેલું ભાગ્ય જગાડી દેશે…
ગોળ આપો દાનમાં
ભૌમ પ્રદોષ વ્રતના દિવસે ગોળનું દાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગોળ ભગવાન શિવ અને હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. આ દિવસે ગોળનું દાન કરવાથી કુંડળીમાં મંગળનું સ્થાન મજબૂત બને છે.
આ પણ વાંચો: 31મી મેના સર્જાશે Chaturgrahi Yog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
કાળા તલનું દાન
ભૌમ પ્રદોષ વ્રત પર કાળા તલનું દાન કરી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાલા તલનું દાન કરવાથી નેગેટિવિટી દૂર થાય છે અને એની સાથે સાથે જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. કાળા તલનું દાન કરવાથી પોઝિટીવ એનર્જી આવે છે.
લાલ વસ્તુઓનું કરો દાન
હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય હોય છે અને ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભૌમ પ્રદોષ વ્રત પર લાલ વસ્ર, લાલ રંગના ફળ, ફૂલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આને કારણે હનુમાનજી તો પ્રસન્ન થાય જ છે પણ એની સાથે સાથે જીવનમાં આવતા સંકટ પણ દૂર થાય છે.
ક્યારે છે પ્રદોષ વ્રત?
વૈદિક પંચાગ અનુસાર જેઠ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિની શરુઆત આવતીકાલે એટલે કે ત્રીજી જૂનના રાતે 10.48 કલાકે થશે અને એનું સમાપન ચોથી જૂનના રાતે 08.31 કલાક પર થાય છે. પ્રદોષ કાલને ધ્યાનમાં લઈને વ્રત ચોથી જૂનના રાખવામાં આવશે અને આ વ્રત મંગળવારના આવી રહ્યો છે જેને કારણે તેને ભૌમ પ્રદોષ વ્રત (Bhaum Pradosh Vrat 2024)તરીકે ઓળખવામાં આવે છે.