ડિજિટલ ગોલ્ડ Vs ફિઝિકલ ગોલ્ડ: કયું સોનું ખરીદવું વધુ ફાયદાકારક? જાણો, બંનેના ફાયદા-ગેરફાયદા

ભારતમાં સોનાની ખરીદીનું બહુ મહત્ત્વ છે. ખાસ કરીને લોકો અક્ષય તૃતિયા અને ધન તેરસ જેવા દિવસો પર સોનાની ખરીદી કરતા હોય છે. જોકે, જેમ સમય સાથે બીટકોઈન જેવા પૈસાનું સ્વરૂપ બદલાયું છે. તેમ સોનામાં પણ ડિજિટલ ગોલ્ડનું અસ્તિત્વ પણ આવ્યું છે. જોકે, ડિજિટલ ગોલ્ડ ખરીદવું જોઈએ કે નહીં? આ સવાલ લોકોને મૂંજવતો હોય છે. ડિજિટલ ગોલ્ડ ખરીદવાના શું ફાયદા છે? આવો જાણીએ.
ડિજિટલ ગોલ્ડ આપે છે ડરથી મુક્તિ
ફિઝિકલ ગોલ્ડ અથવા તેના ઘરેણાં મહિલાઓના શરીર પર તથા ઘરની તિજોરીમાં બંધ રહેતા હોય છે. જેથી તેના ચોરી થઈ જવાનો ડર વ્યક્તિને હંમેશા માટે રહેતો હોય છે. ડિજિટલ ગોલ્ડમાં આવું થવાનો ડર રહેતો નથી. ડિજિટલ ગોલ્ડ રાખવા માટે તમારે બેંકમાં કોઈ લોકર રાખવાની પણ જરૂર પડતી નથી.
તમે ઇચ્છો એટલા રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. 24 કેરેટના શુદ્ધ સોના માટે તમે 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સોનાને તમે ભવિષ્યમાં ગમે ત્યારે વેચી પણ શકો છો. પેટીએમસ ગૂગલ પે, ફોનપે જેવા માધ્યમોથી તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તમારી જરૂરિયાત પ્રમાણે તેને રોકડ રકમમાં પણ બદલી શકો છો. જેથી નાના રોકાણકારો માટે ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે.
આ પણ વાંચો : ભારતની એક જ કંપની પાસે પાકિસ્તાનના ગોલ્ડ રિઝર્વ કરતા ત્રણ ગણું ગોલ્ડ, જાણો વિગતે…
ફિઝિકલ ગોલ્ડ વધારે વિશ્વસનીય
નાના રોકાણકારો માટે રોકાણનો સારો વિકલ્પ હોવા છતાં ડિજિટલ ગોલ્ડની તુલનામાં ફિઝિકલ ગોલ્ડ વધારે ફાયદાકારક છે. કારણ કે ફિઝિકલ ગોલ્ડના ઘરેણાને તમે શુભ પ્રસંગોમાં પહેરી શકો છો. જેનાથી લોકોને તમારી આર્થિક પરિસ્થિતિનો અંદાજ આવે છે. ફિઝિકલ ગોલ્ડ પર તમે લોન પણ લઈ શકો છો. બજાર ભાવ વધવાની સાથે તેને સીધું વેચી શકાય છે.
લાંબાગાળાના રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડને વધારે વિશ્વસનીય ગણવામાં આવે છે. જો તમે તમારી સંપત્તિને સલામત રાખવા માંગો છો તો ડિઝિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છો. પરંતુ જો તમે તમારા પરંપરાગત અને ભાવનાત્મક મૂલ્યો સાથે જોડાઈ રહેવા માંગો છો, તો ફિઝિકલ ગોલ્ડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
આ પણ વાંચો : શું તમને ખબર છે UPI પેમેન્ટના બદલામાં મળી શકે છે ગોલ્ડ?
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી રોકાણની માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



