हीरे मोती मैं ना चाहूं… હલ્દી સેરેમનીમાં Bride To Be Radhika Merchantનો લૂક જોયો કે…

12મી જૂલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) થવા જઈ રહ્યા છે. હાલમાં લગ્ન પહેલાંના મામેરું, સંગીત, હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની જેવા વિવિધ ફંક્શન્સ ચાલી રહ્યા છે. ગઈકાલે જ અનંત અને રાધિકાની હલ્દી સેરેમની યોજાઈ હતી અને આ સેરેમનીમાંથી બ્રાઈડ ટુ બી રાધિકા મર્ચન્ટનો જે લૂક સામે આવ્યો છે એ ખરેખર ખૂબ જ કમાલનો છે.
હંમેશા હીરા-મોતી, સોના-ચાંદી, રત્નોથી લદાયેલા આભૂષણોમાં જોવા મળતી રાધિકાના અનોખા લૂકે લોકોના દિલ જિતી લીધા હતા. આવો જોઈએ એવું તે શું ખાસ હતું રાધિકાના લૂકમાં…
હલદીમાં પીળા રંગના આઉટફિટમાં રાધિકા એકદમ પરી જેવી લાગી રહી હતી અને એટલું જ નહીં પણ રાધિકાએ મોગરા અને ગેંદાના તાજા ફૂલોમાંથી ખાસ તૈયાર કરવામાં આવેલા દુપત્તા અને જ્વેલરીમાં ચાંદના ટુકડા જેવી લાગી રહી હતી. રાધિકાનો આ લૂક અત્યાર સુધીના બધા લૂકની જેમ એકદમ કમાલનો હતો.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchantના સંગીતમાં Isha Ambaniનો વટ્ટ જોયો કે…
ડિઝાઈનર અનામિકા ખન્નાએ રાધિકાનો આ સુંદર લહેંગો ડિઝાઈન કર્યો હતો. ફ્લોરલ આર્ટના નામે જાણીતા આર્ટિસ્ટે રાધિકાની ફ્લાવર જ્વેલરી તૈયાર કરી હતી. ભાઈ કહેવું પડે રાધિકા મર્ચન્ટનો આ અંદાજ એકદમ રિફ્રેશિંગ છે અને સોનમ કપૂરની બહેને રિયા કપૂરે રાધિકાનો આ જબરજસ્ત લૂક રિક્રિયેટ કર્યો છે.
ફૂલોના આઉટફિટ અને જ્વેલરી પહેરીને તૈયાર થયેલી રાધિકા પરથી નજર હટાવવી મુશ્કેલ જ છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ તેના લૂકના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. હલદી સેરેમની માટે રાધિકાએ બે લૂક કેરી કર્યા હતા.
પહેલાં લૂકમાં તે યેલો આઉટ ફિટમાં જોવા મળી હતી તો બીજા લૂકમાં તેણે સુંદર પિંક ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો અને બંને લૂકમાં રાધિકા ગજબની સુંદર લાગી રહી હતી. 12મી જુલાઈના યોજાનારા આ લગ્ન બોલીવૂડથી હોલીવૂડ, બિઝનેસ, સ્પોર્ટ્સ સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે.