ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શું ઘરે ટ્રાય ના કરવા જણાવ્યું? પોસ્ટ થઈ વાઈરલ…
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના એકાઉન્ટ પર કોઈને કોઈ ઈન્સ્પાઈરિંગ અને મજા પડી જાય એવા વીડિયો શેર કરતાં હોય છે. હાલમાં તેમણે આવો જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને તેઓ ખુદ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આનંદ મહિન્દ્રાએ શેર કરેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે એક સાંકલા રસ્તા પર બે કાર આમનેસામને આવી જાય છે અને રસ્તાની એક બાજું ઝાડી અને ઢોળાવ છે, જ્યારે બીજી બાજું ઊંચી દિવાલ આવેલી છે. આ રસ્તો એટલો બધો સાંકળો હોય છે કે જ્યાંથી એક સમય પર એક જ કાર પસાર થઈ શકે એમ છે. આવી પરિસ્થિતીમાં બંને કાર એકબીજાની આમનેસામને આવીને ઊભી જાય છે અને ત્યાર બાદ તો જે થાય છે એ જોઈને ખુદ આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા હતા. આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કરવાની સાથે સાથે જ યુઝર્સને એવી ચેતવણી પણ આરપી હતી કે ભાઈ આવું તમે તમારા ઘરે ટ્રાય ના કરશો.
પાછા ફરીએ અને વાત કરીએ વીડિયોની તો વીડિયોમાં એવું જોવા મળે છે કે સૌથી પહેલાં સફેદ કવલરપની કાર રોડના ઝાડીવાળી એરિયામાં પાર્ક કરવામાં આવે છે અને ત્યાર બાદ બીજી કારનો ડ્રાઈવર બાકી રહેલી જગ્યાને હાથથી માપી લે છે પણ એટલામાંથી એની કાર પસાર થઈ શકે એમ નહોતી. હવે ડ્રાઈવર પોતાનું મગજ દોડાવે છે અને તે પોતાની કારના બે વ્હીલ ધીરે ધીરે દિવાલ પર ચઢાવવાનું શરૂ કરે છે અને આ રીતે આ ડ્રાઈવરની કાર 30થી 40 ડિગ્રી એંગલ પર ત્રાંસી થઈ જાય છે અને ધીરે ધીરે આગળ નીકળી જાય છે.
કાર ડ્રાઈવિંગ એ એક આર્ટ છે અને ડ્રાઈવર આ આર્ટને પોતાના અનુભવની સાથે વધારે નિખારી શકે છે. જેટલી વધારે પ્રેક્ટિસ એટલી સારી ડ્રાઈવિંગ. જો આમાં કોઈ બીજી ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે તો ડ્રાઈવિંગ વધારે સારી બને છે. જોકે, આ બધા વચ્ચે મહત્ત્વનું છે કે ડ્રાઈવિંગ હંમેશા સેફ હોય. આ વીડિયો જોઈને નેટિઝન્સ જાત-જાતની કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે અને આનંદ મહિન્દ્રાએ પણ યુઝર્સને પણ આવું ઘરે ટ્રાય ના કરવા માટેની અપીલ કરી છે.