આ એક ગેજેટ તમારી કારને ચોરી થતાં બચાવશે અને તમને પણ રાખશે સુરક્ષિત…
અવારનવાર આપણે રોડ એક્સિડન્ટ્સ, કાર ચોરી થવા જેવી વિવિધ ઘટનાઓ વિશે વાંચતા હોઈએ છીએ. પરંતુ ઘટના સમયે ચોક્કસ શું થયું હતું એ જાણવાનું અઘરું થઈ જાય છે, પરંતુ હવે ગેજેટ્સ બજારમાં એક એવું ધાસ્સુ ગેજેટ આવી ગયું છે જેને ગાડીમાં લગાવીને તમે આખી ઘટનાને રોકોર્ડ કરી શકશો. ચાલો તમને જણાવીએ કયું છે ગેજેટ અને કઈ રીતે તે તમારી કામ અને તમને સુરક્ષિત રાખશે-
અમે અહીં વાત કરી રહ્યા છે ડેશકેમની કે જેને ડેશબોર્ડ કેમેરા તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગાડીમાં એક કેમેરાની જેમ જ કામ કરે છે, જે રસ્તાના વિઝ્યુઅલ્સ રેકોર્ડ કરે છે. ચાલો જાણીએ આને લગાવવાથી શું-શું ફાયદા થાય છે એ.
કોઈ રોડ એક્સિડન્ટ્સ વખતે ડેશકેમની રેકોર્ડિંગ તમારા માટે એક મહત્ત્વનો સબૂત બની શકે છે અને તમે ખૂબ જ સરળતાથી તમારું ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકો છો અને ખોટા થર્ડ પાર્ટી ક્લેમથી પણથી પણ બચી શકો છો. અનેક વખત લોકો રસ્તા પર પાયાવિહોણા અક્ષેપો કરે છે, એ સમયે તમે આ ડેશકેમની રેકોર્ડિંગ દેખાડીને પોલીસ અને કોર્ટમાં સાબિત કરી શકો છો કે આમાં તમારી કોઈ ભૂલ નથી.
આપણ વાંચો: ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !
આ ઉપરાંત જો તમે ખોટી રીતે ચલાણ કપાવવાને કારણે પણ કોઈ વખત મુસીબતમાં મુકાઈ જાવ તો એવા સમયે પણ ડેશકેમનું ફુટેજ દેખાડીને તમે પોતાની જાતને સાચી સાબિત કરી શકો છો. જો રસ્તા પર કોઈ ખરાબ ડ્રાઈવિંગ કરીને તમને પરેશાન કરે છે તો એવા કિસ્સામાં પણ તમે ડેશકેમની રેકોર્ડિંગ દેખાડીને પોલીસને ફરિયાદ કરી શકો છો.
સૌથી મહત્ત્વની વાત એટલે ડેશકેમની મદદથી જ તમે રોડ ટ્રીપ જાવ ત્યારની સુંદર ક્ષણો કેદ કરી શકો છો અને તેને સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો છો. આ ડેશકેમ ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને તે નવી કારના ફીચરમાં તો ઈનબિલ્ટ જ આવે છે. પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આ કેમ બેથી ચાર હજારની રેન્જમાં સરળતાથી મળી જાય છે.
છે ને એકદમ કમાલનું ડિવાઈસ. તમારી કારને ચોરી થતાં તો બચાવશે જ પણ એની સાથે સાથે જ તમને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરશે.