નેશનલસ્પેશિયલ ફિચર્સ

હેં, કાગળની નથી હોતી ચલણી નોટ, ખુદ RBIએ કર્યોં ચોંકાવનારો ખુલાસો…

પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો પૂજારી, નાણાં વગરનો નાથિયોને નાણે નાથાલાલ.. જેવી કંઈ કેટલીય કહેવતો પૈસા પર આધારિત છે. પરંતુ જો તમને કોઈ કહે કે તમે દરરોજ જે ચલણી નોટ હાથમાં લો છો, રમાડો છો એ કાગળની નથી તો? માનવામાં તો ના આવે, પણ આ હકીકત છે. ખુદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India-RBI)એ કર્યો છે. ચાલો તમને જણાવીએ કે જો કાગળની તો નહીં તો શેની બનેલી હોય છે…

તમારી જાણ માટે કોઈ પણ ભારતીય ચલણી નોટ કાગળની નથી બનેલી હોતી અને ખુદ આરબીઆઈએ આ બાબતે જાણકારી આપી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ઈન્ડિયન કરન્સી નોટ્સ 100 ટકા કોટનથી બનેલી હોય છે. છેલ્લાં કેટલાય દાયકાઓથી કરન્સી નોટ્સ કોટનથી બનાવવામાં આવે છે. આ ચલણી નોટ્સમાં ટેક્સટાઈલ ફાઈબર મિક્સ કરીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : RBIએ CIBIL પર બનાવ્યો નવો નિયમ, લોન લેતા પહેલા અવશ્ય જાણી લો, નહીં તો……

કાગળના બદલે કોટનની નોટ બનાવવા પાછળના કારણ વિશે વાત કરીએ તો કોટનની નોટમાંથી બનાવવામાં આવી હોવાને કારણે આ ચલણી નોટ દરરોજ ઉપયોગમાં લેવાને કારણે પણ ખરાબ નથી થતી. આ સિવાય કોટનની હોવાને કારણે નોટ પણ વજનમાં હળવી બની જાય છે. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કોટનની બનેલી હોવાને કારણે તેમાં ઘણા બધા સિક્યોરિટી ફિચર્સ જોડી શકાય છે.

વાત કરીએ વર્તમાન ભારતીય ચલણી નોટોની તો હાલમાં 10, 20,50, 100, 200 અને 500 રૂપિયાની ચલણી નોટો ચલણમાં છે. આ પહેલાં 2000 રૂપિયાની નોટ પણ ચલણમાં હતી, પરંતુ ગયા વર્ષે જ આરબીઆઈ દ્વારા તેને ચલણમાંથી બાદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker