RBIએ CIBIL પર બનાવ્યો નવો નિયમ, લોન લેતા પહેલા અવશ્ય જાણી લો, નહીં તો……
લોન મેળવવા માટે CIBIL સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આને લઈને મોટો નિયમ બનાવ્યો છે. નવા નિયમ હેઠળ હવે બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)એ દર 15 દિવસે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર અપડેટ કરવાનો રહેશે. તેઓએ દર બે અઠવાડિયે ગ્રાહકે સમયસર લોન ચૂકવી છે કે નહીં તેની ક્રેડિટ માહિતી, ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CIC)ને મોકલવી પડશે. CIC આ માહિતીને ઝડપથી અપડેટ કરશે.
આ રીતે, હવે ગ્રાહકોએ તેમનો CIBIL સ્કોર જાળવવા માટે હવે મહેનત કરવી પડશે અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તેમણે પોતાની જાતને હંમેશા સારી સ્થિતિમાં રાખવી પડશે. જેઓ સમયસર લોનની ચૂકવણી કરતા નથી, સમયસર EMI ચૂકવવાનું ભૂલી જાય છે અથવા લોનમાં ડિફોલ્ટ કરે છે, તેમના પર તેની મોટી અસર પડી શકે છે. આના કારણે તેમનો ક્રેડિટ સ્કોર ઘટી જશે, જેના કારણે તેમને આગામી સમયમાં લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
હવે નવા નિયમો અનુસાર ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર દર 15 દિવસે અપડેટ કરવામાં આવશે. આરબીઆઈએ કહ્યું છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ હવે શક્ય તેટલી વહેલી તકે ક્રેડિટ સ્કોર અપડેટ કરવો જોઈએ. આરબીઆઈ ગવર્નરે પોતે તાજેતરમાં આની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ક્રેડિટ ડેટા દર 15 દિવસે અપડેટ કરવામાં આવશે.
નવા નિયમો મુજબ ગ્રાહકોનો CIBIL સ્કોર 15મી અને દર મહિનાના અંતે અપડેટ કરી શકાય છે અથવા તો ક્રેડિટ સંસ્થાઓ (CI) અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CIC) તેમની ઇચ્છા મુજબ ચોક્કસ તારીખો પણ નક્કી કરી શકશે.
આ પગલું લોન લેનાર અને આપનાર બંને માટે ફાયદાકારક સાબિત થશે. બેંકો અને NBFC બંને માટે સાચી ક્રેડિટ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી તેઓ વધુ સારી રીતે નિર્ણય લઈ શકે છે કે કોને લોન આપવી જોઈએ અને કોને નહીં. આ ઉપરાંત, આ લોન પર વસૂલવામાં આવનાર વ્યાજ દર નક્કી કરવામાં પણ મદદ કરશે. સારા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો ઓછા દરે લોન મેળવી શકશે. એમ પણ માનવામાં આવે છે કે આનાથી ડિફોલ્ટની સંખ્યામાં પણ ઘટાડો થશે.
નોંધનીય છે કે લોન લેતી વખતે CIBIL એટલે કે ક્રેડિટ સ્કોરનું ઘણું મહત્વ છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને તમે અન્ય માપદંડોને પૂર્ણ કરો છો, તો તમને તરત જ લોન મળી જશે. પરંતુ, જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત બેંકો અથવા NBFC લોન આપવાનો સીધો ઇનકાર કરી દે છે.