જો ITR રહી ગયું હોય તો ચિંતા ન કરતા, સરકાર તમને હજુ એક મોકો આપે છે, જાણો વિગતો

Belated ITR File: આવકવેરા વિભાગ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 જાહેર કરવામાં આવી હતી. જોકે, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા આ મુદતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ITR ફાઈલ કરવાની તમામ મુદતો પૂરી થઈ ગઈ છે. પરંતુ જો તમારું ITR ફાઈલ કરવાનું બાકી રહી ગયું છે. તો ચિંતા કરવાની જરૂર નથી.
31 ડિસેમ્બર સુધી ભરી શકાશે ITR
આવકવેરા વિભાગ દ્વારા આપેલી મુદત બાદ જ્યારે કોઈ કરદાતા ITR ફાઈલ કરે છે. તો તેને બિલેટેડ રિટર્ન કહેવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 139(4) હેઠળ તેને ફાઈલ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે તમે 31 ડિસેમ્બર 2025 સુધી બિલેટેડ ITR ફાઈલ કરી શકશો.
જો તમે બિલેટેડ ITR ફાઈલ કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ e-File સેક્શનમાં જઈને Income Tax Returnનો વિકલ્પ પસંદ કરો. Assessment Year 2025-26નો વિકલ્પ પસંદ કરો. જેમાં ઓનલાઈન ફાઈલિંગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
એક નવું ફાઈલિંગ શરૂ કરો અને Individual કે HUF જેવી પોતાની કેટેગરી પસંદ કરવાની રહેશે. ITR-1, ITR-2 જેવું પોતાને લાગુ પડતું હોય તેવું ફોર્મ પસંદ કરવાનું રહેશે. ફાઈલિંગ સેક્શનમાં જઈને કલમ 139(4) એટલે કે Belated Return ઓપ્શન સિલેક્ટ કરો. જેમાં તમારી આવક, કપાત અને ટેક્સ ચૂકવણીની વિગતો ભરો અને ફાઈલિંગની પ્રક્રિયા પૂરી કરો.
Belated ITR સાથે ભરવો પડશે દંડ
જોકે, બિલેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પેનલ્ટી ભરવી પડશે. જો તમારી વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધારે છે, તો રૂ. 5000 દંડ ભરવો પડશે. જો તમારી આવક રૂ. 5 લાખથી ઓછી છે, તો રૂ. 1000 દંડ ભરવો પડશે. જોકે, બિલેટેડ જોકે, બિલેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પેનલ્ટી ભરવી પડશે.
જો તમારી વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધારે છે, તો રૂ. 5000 દંડ ભરવો પડશે. જો તમારી આવક રૂ. 5 લાખથી ઓછી છે, તો રૂ. 1000 દંડ ભરવો પડશે. જોકે, બિલેટેડ ITR ફાઈલ કરવાથી નુકસાન પણ થાય છે. જેનું પણ ધ્યાન રાખવું જોઈએ.