વજન ઘટાડશે રસોડામાં જોવા મળતો નાની લાકડી જેવો આ મસાલો, ડાયાબિટીસથી પણ આપશે રાહત…

Health benefits of cloves: માનવીના જીવનમાં સામાન્ય રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓ જોવા મળતી હોય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે લોકો ડૉક્ટરની દવાનો સહારો લે છે. પરંતુ ઘરેલુ ઉપાયો દ્વારા પણ સ્વાસ્થ્યની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. રસોડામાં રહેલા મસાલાઓ તો સ્વસ્થ રહેવાની ઉત્તમ ઔષધી છે. જે પૈકી લવિંગ અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.
પોષક તત્વોથી ભરપૂર લવિંગ
રસોઈઘરમાં મળતો નાનો એવો મસાલો, લવિંગ, માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. પરંપરાગત ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ હોવા ઉપરાંત, તે અનેક પોષક તત્વોનો ખજાનો છે. લવિંગમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામિન-A જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમના માટે લવિંગ એક સરળ અને અસરકારક ઉપાય છે. રાત્રિભોજન પછી માત્ર બે થી ત્રણ લવિંગ મોઢામાં રાખીને તેનો રસ ધીમે ધીમે ચૂસવાથી શરીરની વધારાની ચરબી ઓગળી શકે છે. આ ઉપાય નિયમિત કરવાથી શરીરની અનિચ્છનીય ચરબી દૂર કરવામાં મદદ મળે છે.
ડાયાબિટીસ અને કેન્સરની સારવાર માટે લાભદાયી
લવિંગમાં ‘નાઇગેરિસિન’ નામનું સંયોજન હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં, ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા સુધારવામાં અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં પણ અસરકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ સિવાય મેંગેનીઝથી ભરપૂર હોવાથી લવિંગ હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

શરદી અને ઉધરસ હોય ત્યારે મોઢામાં એક કે બે લવિંગ રાખવાથી તરત રાહત મળે છે. જમ્યા પછી લવિંગ ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને બેક્ટેરિયાનો નાશ થાય છે. નિયમિત ઉપયોગથી દાંત અને પેઢાને પણ ફાયદો થાય છે. આમ, કસરત અને યોગ્ય આહાર સાથે જો લવિંગનો નિયમિત ઉપયોગ કરવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો…ચોમાસામાં મીઠા-સાકરમાં ભેજ લાગે છે? આ સરળ ઘરેલું ઉપાયોથી તમારી સમસ્યા દૂર કરો