ચીકુ પહોંચી ગયો ચાકણ પ્લાન્ટ… Businessman Anand Mahindraએ શેર કર્યો વીડિયો… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ચીકુ પહોંચી ગયો ચાકણ પ્લાન્ટ… Businessman Anand Mahindraએ શેર કર્યો વીડિયો…

ચીકુ યાદવ યાદ છે? જેણે થોડા દિવસ પહેલાં Businessman Anand Mahindra પાસેથી 700 રૂપિયામાં થાર કાર માંગી હતી? હા, એ જ ચીકુ યાદવ હવે ચાકણ પ્લાન્ટ પર પહોંચ્યો છે અને આનંદ મહિન્દ્રાએ ખુદ પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરીને લખ્યું હતું કે ચીકુ ચાકણ પહોંચી ગયો છે. ચીકુ એ થારનો સોથી નાનો ફેન છે. તેણે ચાકણ ખાતે આવેલા અમારા પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તે એકદમ ખુશ થઈ ગયો હતો. આનંદ મહિન્દ્રાએ આ પોસ્ટની સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો.

વીડિયોમાં ચીકુ પ્લાન્ટના વર્કર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં વર્કર પણ ચીકુને પ્લાન્ટ પર કઈ રીતે કામ થાય છે, કઈ રીતે ગાડીના પાર્ટ્સ બનાવવામાં આવે છે એની માહિતી આપી હતી. વીડિયોમાં ચીકુ પણ એકદમ ઉત્સાહથી બધી માહિતી સાંભળતો અને શીખતો જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર ચીકુની પોસ્ટ વાઈરલ થઈ હતી જેમાં તેણે 700 રૂપિયામાં થાર કાર ખરીદવાની વાત કરી હતી. જોકે, આનંદ મહિન્દ્રાએ એ સમયે ચીકુને થાર કાર 700 રૂપિયામાં નહીં આપી શકાય, નહીં તો કંપની દેવાળું ફૂંકશે એવી પોસ્ટ કરી હતી.

આનંદ મહિન્દ્રાએ ભલે ચીકુને 700 રૂપિયામાં થાર ના આપી હોય પણ એના માટે ચાકણ ખાતે આવેલા થારની પ્લાન્ટની વિઝિટ ગોઠવી આપી હતી. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પ્રેરણાદાયી વીડિયો કે ઘટનાઓ વિશે પોસ્ટ કરતાં રહે છે.

Back to top button