Akshay Tritiya પર બનશે બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ યોગ, આ રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા….

આવતીકાલે એટલે તે 10મી મેના દિવસે અક્ષય તૃતિયા ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને આવતીકાલે જ ગ્રહોના રાજકુમાર બુધ પણ ગોચર કરી રહ્યા છે. બુધ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે અને સૂર્ય સાથે યુતિ બનાવશે. સૂર્ય અને બુધની યુતિને કારણે બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત અક્ષય તૃતિયા પર બુધ શુક્ર સાથે પણ યુતિ થઈ રહી છે. શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
અક્ષય તૃતિયા બુધાદિત્ય યોગ અને લક્ષ્મીનારાયણ યોગ બનતાં આ દિવસનું મહત્ત્વ વધારે વધી ગયું છે અને કેટલીક રાશિના જાતકોને આનો ફાયદો થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મેષઃ

મેષ રાશિના જાતકો માટે બુધનું થઈ રહેલું ગોચર ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. વેપારમાં સારો એવો લાભ થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. મા લક્ષ્મીની કૃપાથી કોઈ જગ્યાએ રોકાણ પણ કરી શકો છો. નોકરીમાં પણ પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે.
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે પણ અક્ષય તૃતિયા પર બની રહેલો લક્ષ્મીનારાયણ યોગ અને બુધાદિત્ય યોગ સુખ-સમૃદ્ધિ લાવી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. કરિયરમાં લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે પણ આવતીકાલે બની રહેલાં આ યોગને કારણે લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકો જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો એમના માટે ખૂબ જ સારો સમય છે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે. પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સમજી વિચારીને કરવી.
તુલાઃ

તુલા રાશિના લોકોને નોકરી-કામ ધંધામાં પ્રગતિ થઈ રહી છે. લાભની નવી નવી તકો સામે આવી રહી છે. કામના સ્થળે સહકર્મચારીઓનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે પણ કામની નવી નવી તક ઉપલબ્ધ થઈ રહી છે. આ સમયે મકર રાશિના જાતકોને પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ મળશે. કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો.