What’sApp પર ભૂલથી પણ આવા ફોટો અને વીડિયો શેર કરવાથી બચો નહીંતર…
આજકાલ વોટ્સએપ (What’sApp) સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી મેસેજિંગ એપ બની ગઈ છે. સામે પક્ષે વોટ્સએપ પણ પોતાના કરોડો યુઝર્સ માટે જાત જાતના ફીચર્સ અને ધમાકેદાર અપડેટ્લ લઈ આવે છે. આ મેસેજિંગ એપમાં ઈન્સ્ટેટિંગ ચેટિંગ એપમાં ચેટિંગની સાથે સાથે વીડિયો કોલિંગ, ફોટો, ફાઈલ્સ શેયરિંગ અને વોઈસકોલિંગ સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
પરંતુ આ વોટ્સએપ પર જ તમારે અમુક પ્રકારના ફોટો અને વીડિયો શેર કરવાથી બચવું જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. આવો જોઈએ કયા છે આ ફોટો અને વીડિયો-
વોટ્સએપ પર ફોટો અને વીડિયો શેર કરવા એ ખૂબ જ સામાન્ય બાબત છે અને કેટલાક લોકો અમુક લોકોને ઉશ્કેરવા માટે સમાજમાં અરાજકતા ફેલાવવા માટે આનો ઉપયોગ કરે છે. આવી પરિસ્થિતિમાં વોટ્સએપ દ્વારા કેટલીક ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવે છે.
આપણ વાંચો: વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
આ ગાઈડલાઈન્સમાં વોટ્સએપ પોતાના યુઝર્સને કેટલાક ખાસ પ્રકારના ફોટો અને વીડિયો શેર કરવાની મનાઈ કરવામાં આવી છે. જો તમે આવા ફોટો અને વીડિયો શેર કરો છો તમે મુશ્કેલી ફસાઈ જશો.
જો તમે પણ વોટ્સએપ પર કોઈને પર્સનલી કે ગ્રુપમાં ફોટો અને વીડિયો શેર કરો છો તો તમારે વોટ્સએપના નિયમો વિશે જાણી લેવું જોઈએ. જો તમે આ નિયમનું ઉલ્લંઘન કરો છો તમારું એકાઉન્ટ હંમેશા માટે બેન કરવામાં આવી શકે છે અને તમારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
એડલ્ટ કન્ટેન્ટ
વોટ્સએપ પર કોઈ પણ પ્રકારનું એડલ્ટ કન્ટેન્ટ શેર કરવાથી બચો. જો તમે સતત આ પ્રકારનું કન્ટેન્ટ શેર કરો છો તમારું વોટ્સએપ એકાઉન્ટ બેન કરવામાં આવી શકે છે. એટલું જ એડલ્ટ કન્ટેન્ટના મામલામાં તમારી સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
આપણ વાંચો: વોટ્સએપનું નવું ફીચર છે ઘણું કામનું, જાણી લો…માર્ક ઝુકરબર્ગ પોતે આપી માહિતી
એન્ટિ નેશનલ કન્ટેન્ટ
એડલ્ટ કન્ટેન્ટની સાથે સાથે એન્ટિનેશનલ કન્ટેન્ટવાળા વીડિયો અને ફોટો શેર કરવાથી બચવું પડશે. જો તમે કોઈ એવું કન્ટેન્ટ શેર કરો છો જેને કારણે સામાજિક અસ્થિરતા ફેલાય છે તો તમારા સામે પોલીસ અને વોટ્સએપ બંને સખત પગલાં લઈ શકે છે. તમારું એકાઉન્ટ તો બંધ થઈ જશે, પણ એની સાથે સાથે તમને જેલ પણ જવું પડી શકે છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી
વોટ્સએપ પર તમારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કન્ટેન્ટ શેર કરવાથી બચવું જોઈએ. આ પ્રકારનું કન્ટેન્ટ શેર કરવા પર તમારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.