વિક્રમ સંવંત 2082માં કેવો રહેશે લગ્નગાળો? જાણો લગ્નના શુભ મુહૂર્ત | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

વિક્રમ સંવંત 2082માં કેવો રહેશે લગ્નગાળો? જાણો લગ્નના શુભ મુહૂર્ત

Lagna Shubh Muhurt: હિંદુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંત 2082 શરૂ થઈ ચૂક્યું છે. કારતક સુદ 11 એટલે કે દેવઉઠી અગિયારસથી શુભ પ્રસંગોની શરૂઆત થઈ જશે. સામાન્ય રીતે તુલસી વિવાહ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. જેથી નવા વર્ષ લગ્ન લેનાર લોકો લગ્ન માટે કયા ક્યા શુભ મુહૂર્ત છે. તે જાણવા ઈચ્છતા હોય છે. તેથી અમે અહીં વિક્રમ સંવંત 2082 માટે લગ્નના શુભ મુહૂર્તની માહિતી લઈને આવ્યા છીએ.

જાન્યુઆરી મહિનામાં માત્ર એક મુહૂર્ત

નવેમ્બર 2025માં કુલ 14 શુભ મુહૂર્ત છે. જેમાં 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 તારીખનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2025માં માત્ર 3 શુભ મુહૂર્ત છે. જેમાં 4, 5 અને 6 તારીખનો સમાવેશ થાય છે. ત્યારબાદ 16 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી ધનારક કમૂરતા રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન લગ્નના કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. જોકે, જાન્યુઆરી મહિનામાં 15 તારીખ બાદ પણ 29 તારીખે માત્ર એક જ શુભ મુહૂર્ત છે.

ફેબ્રુઆરી 2026માં કુલ 11 શુભ મુહૂર્ત છે. જેમાં 3, 6, 7, 8, 10, 12, 13, 20, 21 અને 22 તારીખનો સમાવેશ થાય છે. માર્ચ 2026માં કુલ 7 શુભ મુહૂર્ત છે. જેમાં 5, 6, 7, 8, 9, 10 અને 22 તારીખનો સમાવેશ થાય છે. એપ્રિલ 2026મા લગ્નના કુલ 7 શુભ મુહૂર્ત છે. જેમાં 21, 25, 26, 27, 28, 29 અને 30 તારીખનો સમાવેશ થાય છે.

મે 2026માં કુલ 6 શુભ મુહૂર્ત છે. જેમાં 1, 3, 7, 8, 9 અને 10 તારીખનો સમાવેશ થાય છે. જૂન 2026માં કુલ 6 શુભ મુહૂર્ત છે. જેમાં 19, 22, 23, 26, 27 અને 29 તારીખનો સમાવેશ થાય છે. જુલાઈ 2026માં લગ્નના કુલ 4 શુભ મુહૂર્ત છે. જેમાં 2, 4, 7 અને 9 તારીખનો સમાવેશ થાય છે. 25 જુલાઈ 2026ના રોજ દેવપોઢી અગિયાર છે. તેથી ત્યારબાદ ચાર મહિના સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button