ધનતેરસ પહેલા કરવી છે સોનાની ખરીદી? જાણી લો શુભ મુહૂર્ત

Dhanteras 2025: નવરાત્રિ બાદ લોકો દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. વાઘ બારસ, ધન તેરસ અને કાળી ચૌદશ બાદ દિવાળીનો દિવસ આવે છે. દરેક દિવસે જુદા-જુદા દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. જેમાં ધન તેરસનો દિવસ ખાસ હોય છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથોસાથ સોનાની ખરીદી પણ કરવામાં આવે છે. જોકે, ઘણા લોકો ધન તેરસ પહેલા પણ સોનાની ખરીદી કરતા હોય છે. જો તમે પણ ધન તેરસ પહેલા સોનાની ખરીદી કરવા ઈચ્છો છો, તો અહીં તેના માટે શુભ મુહૂર્ત આપવામાં આવ્યા છે.
સોનાની ખરીદીના શુભ મુહૂર્ત
પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે ઘણા લોકોને ધન તેરસના દિવસે સોનાની ખરીદી કરવાનો સમય મળતો નથી. જેથી તેઓ ધન તેરસ પહેલા જ સોનાની ખરીદી કરી લેતા હોય છે. આ દિવસો દરમિયાન સોનાની ખરીદી માટે શુભ મુહૂર્તને પણ ધ્યાને લેવાય છે. ધન તેરસ પહેલા સોનાની ખરીદીના 5 શુભ મુહૂર્ત આવી રહ્યા છે.
સોનાની ખરીદી માટે 5 ઓક્ટોબરે સવારે 6.16 થી રાતના 8:01 સુધી, 10 ઓક્ટોબરે સાંજે 7:38 થી રાત સુધી, 12 ઓક્ટોબરે સવારે 6:20 થી બપોરે 1.36 સુધી,13 ઓક્ટોબરે બપોરે 12:26થી દિવસ પૂરો થાય ત્યાં સુધી અને 15 ઓક્ટોબરે સવારે 10:33થી બપોરે 12 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે.
ઘર, જમીન અથવા અન્ય મીલકત ખરીદીનું શુભ મુહૂર્ત
સોનાની ખરીદી ઉપરાંત ધન તેરસના દિવસે ઘણા લોકો ઘર, જમીન અથવા અન્ય મીલકત પણ ખરીદતા હોય છે. જો તેઓ ધન તેરસ પહેલા આ ત્રણ વસ્તુઓની ખરીદી કરવા માંગે છે, તો તેમના માટે બે શુભ મુહૂર્ત છે. 16 ઓક્ટોબરે સવારે 6:22 થી દિવસ પૂરો થાય ત્યાં સુધી તથા 17 ઓક્ટોબરે સવારે 6:23 થી દિવસ પૂરો થાય ત્યાં સુધી ઘર, જમીન અથવા અન્ય મીલકત ખરીદવાનું શુભ મુહૂર્ત છે.
આ ઉપરાંત જો તમે ધન તેરસ બાદ પણ ઘર, જમીન અથવા અન્ય મીલકત ખરીદવા ઇચ્છો છો, તો તેના માટે પણ બે શુભ મુહૂર્ત છે. 23 ઓક્ટોબરે સવારે 6:26 થી દિવસ પૂરો થાય ત્યાં સુધી તથા 24 ઓક્ટોબરે સવારે 6:27થી દિવસ પૂરો થાય ત્યાં સુધી ઘર, જમીન અથવા અન્ય મીલકત ખરીદવાનું શુભ મુહૂર્ત છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…સોના-ચાંદીમાં સામસામા રાહ, ચાંદીમાં રૂ. 490ની આગેકૂચ, સોનામાં રૂ. 378નો ઘટાડો