ગણેશ ચતુર્થીના દિવસે ઘર સજાવટ આ વાસ્તુના નિયમો પ્રમાણે કરવાથી બપ્પાની થશે અસીમ કૃપા | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ગણેશ ચતુર્થીના દિવસે ઘર સજાવટ આ વાસ્તુના નિયમો પ્રમાણે કરવાથી બપ્પાની થશે અસીમ કૃપા

શ્રાવણ મહિનાની પૂર્ણાવતી બાદ તરત જ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ઉજવાય છે.

ગણેશ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. લોકો આ પાવન પર્વની ઉજવણી ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને કરે છે. બાપ્પાના આગમનને લઈ ઘરને આકર્ષક રીતે સજાવે છે.

જ્યારે બાપ્પાના આગમનની સજાવટ વાસ્તુ શાસ્ત્રના નિયમોથી થાય તો શુભ ફળ મળે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે. ત્યારે આવો જાણીએ ગણેશ ચતુર્થીની સજાવટ માટેના કેટલાક સરળ વાસ્તુ ટિપ્સ.

આપણ વાંચો: Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?

આંબાના પાન અને ઝરમરના ફૂલથી સજાવો મુખ્ય દ્વાર

ગણેશ ચતુર્થી પર ઘરના મુખ્ય દ્વારને ખાસ આકર્ષક બનાવવું જરૂરી છે. વાસ્તુ અનુસાર, મુખ્ય દ્વાર પર આંબાના પાનનો તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે.

આ સાથે, સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું અને રંગબેરંગી રંગોળીથી દ્વારને સજાવવું સૌભાગ્ય લાવે છે. ઝરમરના તાજા ફૂલોની માળા પણ દ્વારને વધુ શોભાયમાન બનાવે છે, જે ઘરમાં સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિનું આગમન કરાવે છે.

આપણ વાંચો: છ યોગનો મહાસંયોગ થશે ગણેશ ચતુર્થી પરઃ આ બે રાશિના જાતકો પર થશે દુંદાળાદેવની કૃપા

મૂર્તિ સ્થાપના માટે આ દિશા છે ઉત્તમ

ગણેશજીની મૂર્તિ સ્થાપના માટે વાસ્તુ શાસ્ત્ર લાકડાની ચોકીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ ચોકીને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે.

ચોકી પર પીળું અથવા લાલ રંગનું વસ્ત્ર પાથરવું જોઈએ, જે શુભતા વધારે છે. ચોકીની પાછળની દિવાલ પર કેળાના પાન, ફૂલો કે તોરણથી સજાવટ કરવાથી ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર બને છે.

આપણ વાંચો: ગણેશ ચતુર્થીના દિવસે Amitabh Bachchan બની ગયા મોટીવેશનલ સ્પીકર, કહી આટલી સરસ વાત

આ રંગોથી કરી શકાય છે સજાવટ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ગણેશ ચતુર્થીની સજાવટમાં યોગ્ય રંગોનો ઉપયોગ ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખે છે. પીળો, લાલ અને લીલો જેવા હળવા અને શુભ રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગો શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. બીજી તરફ, કાળો કે ઘેરો નીલો જેવા રંગો શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગણપતિ બપ્પાની મૂર્તિની સ્થાપના યોગ્ય દિશામાં કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુ અનુસાર, ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) દિશામાં મૂર્તિ રાખવી સૌથી શ્રેષ્ઠ છે. જો આ શક્ય ન હોય, તો ઉત્તર દિશા પણ યોગ્ય છે.

મૂર્તિની પસંદગી કરતી વખતે તેનો રંગ સફેદ અથવા સિંદૂરી હોવો જોઈએ, અને સૂંઢ ડાબી તરફ વળેલી હોવી જોઈએ, જે ઘર માટે શુભ માનવામાં આવે છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button