સ્પેશિયલ ફિચર્સ

હુસૈનની ધૂળ ખાઈ રહેલી પેન્ટિંગ્સની થશે નીલામી પણ તે પહેલા જાણો આ કિસ્સો

વિશ્વમા ખ્યાતનામ એવા મકબૂલ ફિદા હુસૈન જે એમ.એફ હુસૈન તરીકે જાણીતા છે, તેમના ફેન્સ માટે એક સારા સમાચાર છે. હુસૈનની 25 જેટલી કલાકૃતિઓ લગભગ 17 જેટલા વર્ષથી બેંકના લોકરમાં બંધ છે.

તે હવે બહાર નીકળશે. એક કલાકારની કલા જો આ રીતે બંધ પડી રહે તો તે ધૂળ ખાતી જ કહેવાય ત્યારે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત આટલા પ્રસિદ્ધ કલાકારની કલાકૃતિઓને આ રીતે લોકરમાં બંધ કરવામાં કેમ આવી તે જાણવું જરૂરી છે.

આપણ વાંચો: America એ ભારતને પરત કરી લૂંટાયેલી 1400 પ્રાચીન કલાકૃતિઓ, આટલી કિંમત

આ રીતે પેન્ટિંગ્સ બેંક લૉકરમાં થયા બંધ

હુસૈનની આ 25 કલાકૃતિ તેમના ‘Our Planet Called Earth’ (OPEC) નામના 100 ચિત્રના સંગ્રહનો ભાગ છે. તેમણે આ નામે એક સિરિઝ બનાવવાનું નક્કી કર્યું હતું. જેમાંથી 25 કલાકૃતિને તેમણે 2004માં મુંબઈના એક આર્ટ કલેક્ટર સ્વરૂપ શ્રીવાસ્તવને વેચી હતી.

સો કરોડમાં સો પેન્ટિંગ્સનો આ સોદો થયો હતો, પરંતુ 2006માં સીબીઆઈએ સ્વરૂપ શ્રીવાસ્તવ વિરુદ્ધ રૂ. 235 કરોડની લૉનમા છેતરપિંડીનો કેસ કરી તપાસ શરૂ કરી. આ લૉન એક્સપોર્ટના કામકાજ માટે લીધી હતી અને તેમાં રૂ. 150 કરોડની હેરાફેરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારબાદ સ્વરૂપ ગ્રુપની રૂ. 104 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી, જેમાં આ 25 પેન્ટિંગ્સનો પણ સમાવેશ થાય છે.

આપણ વાંચો: PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ

મુંબઈમાં થશે નીલામી

મીડિયા અહેવાલ અનુસાર 12મી જૂને મુંબઈના હેમિલ્ટ્ન હાઉસમાં F. Husain : An Artist’s Vision of XX Century એક્ઝિબિશનમાં તેમના એક પેન્ટિંગની નીલામી થશે. પંડોલે આર્ટ ગેલેરી દ્વારા આ નીલામી થશે, જેમણે પહેલા પણ આની નીલામી કરી હતી. લોકોને આશા છે કે એકની જેમ બધી જ કૃતિઓ ધીમે ધીમે લોકરમાંથી બહાર આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button