અનંત-રાધિકાના લગ્ન એક સર્કસ છે, જાણો કોણે કહ્યું આવું………….

અંબાણી પરિવારમાં આ સમયે ઉજવણીનો માહોલ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. તાજેતરમાં, એક હલ્દી અને સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઘણા મોટા સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે, હવે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે આ લગ્ન વિશે કંઈક એવું કહ્યું છે કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchant Wedding: આ બે વસ્તુઓને કારણે Isha Ambaniએ લૂંટી મહેફિલ…
અનુરાગ કશ્યપની પુત્રી આલિયા યુટ્યુબર છે. તે દરરોજ જુદા જુદા વીડિયો શેર કરતી રહે છે. ક્યારેક તેના બોયફ્રેન્ડના વીડિયો પણ તે શેર કરે છે. આલિયા બિન્દાસ બોલવામાં માને છે. હાલમાં જ્યારે અંબાણી પરિવારના લગ્નમાં આખુ બોલિવૂડ ઘેલું થયું છે ત્યારે આલિયા કશ્યપે અનંત-રાધિકાના લગ્નને સર્કસ ગણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેને પણ આ લગ્નના ફંક્શન માટે આમંત્રણ મળ્યું હતું, પણ આલિયાએ જણાવ્યું હતું કે અંબાણી લોકો પીઆર કરી રહ્યા છે. મને પણ લગ્નનું આમંત્રણ મળ્યું હતું, પણ કોઈના લગ્ન માટે મારી જાતને વેચવા કરતાં મારા માટે મારું સ્વાભિમાન વધુ મહત્વનું છે. આ લોકો પાસે ઘણા પૈસા છે, તેથી તેઓ સમજી શકતા નથી કે આટલા બધા પૈસાનું શું કરવું.
23 વર્ષની આલિયાએ ગયા વર્ષે મુંબઈમાં બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે સગાઈ કરી હતી. તેમનું એન્ગેજમેન્ટ ફંક્શન ખૂબ જ ભવ્ય હતું, જે દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ અને સ્ટાર કિડ્સે પણ ભાગ લીધો હતો. થોડા સમય પહેલા જ આલિયા અને શેને ખુલાસો કર્યો હતો કે તેઓ સંપૂર્ણ વિધિથી બે વાર લગ્ન કરશે અને તેમના લગ્ન 2025 માં થશે.