સ્પેશિયલ ફિચર્સ

Anant Ambaniનું સિક્રેટ રિવિલ કર્યું આ મહિલાએ, કહ્યું કે બાળપણથી જ અનંત…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) ની ગણતરી કરવામાં આવે છે. જુલાઈ મહિનામાં જ મુકેશ અને નીતા અંબાણી (Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી (Anant Ambani)એ હાલમાં જ રાધિકા મર્ચંટ સાથે પ્રભુતામાં પગલાં પડ્યા. આ બધા વચ્ચે અનંત અંબાણીના બાળપણને લઈને એક મહિલાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે આવો જોઈએ શું છે આ ખુલાસો…

વાત જાણે એમ છે કે અંબાણી પરિવારે આ લગ્નમાં દેશ વિદેશથી મહેમાનોને તો આમંત્રણ આપ્યું જ હતું પણ એની સાથે સાથે જ પોતાના અંગત અને પરિવાર સાથે સંકળાયેલા લોકોને પણ આમંત્રણ આપ્યું હતું, જેમાં અનંત અંબાણીના નેની લલિતા ડિસિલ્વા પણ હતા. આ લલિતા ડિસિલ્વાએ જ અનંત અંબાણીના બાળપણને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
અનંત અંબાણીની નેનીએ મીડિયાને ઘણી જગ્યાએ ઈન્ટરવ્યુ આપ્યા હતા.

આ પણ વાંચો: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

આવા જ એક ઈન્ટરવ્યુમાં લલિતાને પૂછવામાં આવ્યું હતું કે અનંત અંબાણી વિશે એક એવું સિક્રેટ કે જેના વિશે કોઈને જાણ ન હોય, જે અત્યાર સુધી ક્યાંય રીવિલ ના થયું હોય. આ સવાલના જવાબમાં લલિતાએ જણાવ્યું હતું કે અનંત બાળપણથી જ અન્ય બાળકો કરતાં અલગ રહ્યો છે. અનંત બાળપણથી જ એક વસ્તુ બહુ સ્પષ્ટ હતી તેને મટીરિયાલીસ્ટીક ગિફ્ટ્સ પસંદ નહોતી. તે જે પણ એને ગિફ્ટ આપે એમને એક જ વાત કહેતો કે તમે લોકો મને ગિફ્ટ્સ ના આપો, એને બદલે મને પૈસા આપો. એ પૈસાથી હું કોઈ પ્રાણી ખરીદીને તેની દેખભાળ કરીશ, તેમને સુરક્ષિત રાખીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે લલિતા ડિસિલ્વા એક પીડિયાટ્રિશિયન છે અને તેમણે વર્ષો સુધી અંબાણી પરિવારમાં અનંત અંબાણીના નેની તરીકે કામ કર્યું હતું. હાલમાં તેઓ સૈફ અલી ખાન અને કરીના કપૂર-ખાનના દીકરા તૈમુર ખાનના નેની તરીકે કામ કરે છે. મીડિયામાં એવો દાવો કરવામાં આવે છે કે આ કામ માટે તેમને મહિનાનો 2.5 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. જોકે આ બાબતે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button