પહેલાં મંદિર, પછી પાનામાના રાષ્ટ્રપતિ અને હવે Radhika Merchant- Anant Ambani આ ક્યાં જઈ પહોંચ્યા?

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ની નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) હાલમાં પતિ અનંત અંબાણી (Anant Ambani) સાથે પાનામામાં હનીમૂન એન્જોય કરી રહી છે અને એના વીડિયો તેમ જ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ હોય છે. આ પહેલાં સામે આવેલા ફોટોમાં રાધિકા અને અનંત પનામાના મંદિરમાં આરતી કરતાં અને ફ્રોઝન યોગર્ટની મજા માણતા દેખાયા હતા તો ત્યાર બાદ તેઓ પનામાના રાષ્ટ્રપતિને મળવા પણ પહોંચી ગયા હતા. આ દરમિયાનમાં ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Anant Ambaniનું સિક્રેટ રિવિલ કર્યું આ મહિલાએ, કહ્યું કે બાળપણથી જ અનંત…
હવે બંનેનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા અને અનંત અમેરિકાની ફેમસ ફુડ ચેનના આઉટલેટ પર પહોંચ્યા હતા. આ દમરિયાન રાધિકાની સિમ્પલ લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રાધિકા જિન્સ અને ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સમયે રાધિકાએ કેઝયુલ લૂક કેરી કર્યો હતો. બ્રાઉન અને ક્રીમ કલરના સ્ટ્રીપવાળા ટી શર્ટ સાથે રાધિકાએ ગ્રે કલરનું જિન્સ પહેર્યું હતું. તેણે હાથમાં વોચ અને કાનમાં ઇયરરિંગ્સ પહેર્યા હતા. પોની ટેલ અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું. આ સાથે રાધિકાના હાથ ફૂડ આઈટમ પણ જોવા મળી રહી છે. રાધિકાની આ સાદગી અનંત અંબાણી જ નહીં પણ નેટીઝન્સનું દિલ પણ જીતી લીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેશન સેન્સમાં રાધિકા સાસુ નીતા અંબાણી, જેઠાણી શ્લોકા મહેતા અને નણંદ ઈશા અંબાણીને પણ ટક્કર આપે છે. હાલમાં જ રાધિકા અને અનંતે પેરિસ ઓલમ્પિક ગેમ્સમાં પણ હાજરી આપી હતી એ સમયે પણ ઓરેન્જ કલરના આઉટફિટમાં રાધિકા એકદમ કમાલની સુંદર લાગી રહી હતી.