સ્પેશિયલ ફિચર્સ

આનંદ મહિન્દ્રા પણ ફેન થઈ ગયા છે આ બળદના, કહી દીધી મોટી વાત…

Buisnessman Aannad Mahindra સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના એકાઉન્ટ પરથી સુંદર અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતાં હોય છે. હવે આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક બળદનો છે અને આનંદ મહિન્દ્રા આ બળદની સમજદારી અને કર્તવ્યનિષ્ઠા પર એકદમ વારી ગયા છે. આવો જોઈએ એવું તે શું ખાસ છે આ બળદમાં કે આનંદ મહિન્દ્રાએ એનો વીડિયો શેર કર્યો છે અને મોટી વાત કહી દીધી હતી…
આનંદ મહિન્દ્રાએ પોતાના એકાઉન્ટ પરથી એક બળદનો વીડિયો પોસ્ટ કર્યો છે અને આ બળદનું નામ રામુ છે.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે જો રામુ કદાચ બોલી શકતો હોત તો મને વિશ્વાસ છે કે તેણે દુનિયાના કોઈ પણ બની બેઠેલા સો કોલ્ડ મોટિવેશનલ સ્પીકર્સની સરખામણીએ જીવનમાં પોઝિટિવ રહેવાની સારી સલાહ આપી શક્યો હોત…

સોશિયલ મીડિયા પર બળદના આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે આ બળદ પોતાના કામ જાતે પોતે જ કરી રહ્યો છે. સામાન્યપણે બળદ પાસેથી કામ કરાવવા માટે સતત કોઈને કોઈ માણસની જરૂર પડે છે. પરંતુ રામુના કેસમાં આવું નથી. રામુ ખુદ કોઈને પણ મદદ વિના કાર્ટ જાતે જ ખેંચી રહ્યો છે. એક જગ્યાએ સામાન લઈને આવે છે. રોજ સવારે ઉઠીને તે આ જ કામ કરે છે. ન તો તે ક્યારેય રોકાય છે કે થાકે છે. વીડિયોમાં આ બળદની પૂરી દિનચર્યા દેખાડવામાં આવી છે.

ચાર મિનિટના આ વીડિયોમાં અત્યાર સુધી અઢી લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ લાઈક્સ અને કમેન્ટ્સ પણ કરી છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે રામુ તો આજના Artifical Intelligenceના સમયમાં લાખ ગણી વધુ છે. જ્યારે કોઈ કહી રહ્યું છે કે રામુ એક હાર્ડવર્કિગ બળદ તો છે જ પણ એની સાથે સાથે તે ઈમાનદાર પણ છે અને પોતાની જવાબદારીઓને સારી રીતે સમજી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ