અંબાણી પરિવારની પુત્રવધુઓએ પંખીઓને મુક્ત કર્યા, વીડિયો થયો વાયરલ

લંડન: અંબાણી પરિવાર હંમેશા પોતાના પારિવારિક પ્રસંગો અને ઉજવણીઓ માટે જાણીતો છે. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન બાદ, ફરી એકવાર આખો પરિવાર એકસાથે જોવા મળ્યો છે.
આ વખતે આ ઉજવણી કોઈ જન્મદિવસ કે તહેવારની નહીં, પરંતુ ભારતના સ્વતંત્રતા દિવસની હતી. આખો અંબાણી પરિવાર લંડનના સ્ટોક પાર્કમાં એકઠા થયો હતો અને ત્યાં તેમણે ભારતનો 79માં સ્વતંત્રતા દિવસ ધ્વજવંદન અને પક્ષીઓને મુક્ત કરીને ઉજવ્યો હતો. આ પ્રસંગનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આપણ વાંચો: અંબાણી પરિવારની આ માનુનીનું Handbagનું કલેક્શન જોશો તો પહોળી થઈ જશે આંખો…
પારિવારિક અને સાદગીભરી ઉજવણી
વીડિયોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, તેમના ત્રણેય સંતાનો – આકાશ, અનંત, અને ઈશા અંબાણી, અને તેમની પુત્રવધૂઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ જોવા મળે છે. પરિવારના નાના સભ્યો પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયેલા હતા. આખો પરિવાર સાદા ભારતીય પોશાકમાં જોવા મળ્યો હતો.
મુકેશ, આકાશ અને અનંતે કુર્તા પાયજામા પહેર્યા હતા, જ્યારે નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અને રાધિકા સાદા કોટન સૂટમાં હતા. બાળકો પણ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. સૌના હાથમાં ત્રિરંગો પણ હતો, જે દેશભક્તિની લાગણી દર્શાવતો હતો.
આપણ વાંચો: આ છે અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ, ખાસ પ્રાઈવેટ જેટથી પહોંચે છે એન્ટિલિયા…
પક્ષીઓને મુક્ત કરીને અનોખી ઉજવણી
આ પ્રસંગે ધ્વજવંદન ઉપરાંત એક અનોખો કાર્યક્રમ પણ યોજાયો હતો. અંબાણી પરિવારે પાંજરામાં બંધ પક્ષીઓને આકાશમાં મુક્ત કર્યા હતા. બાળકો આ પ્રવૃત્તિ જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત થયા હતા.
પક્ષીઓને મુક્ત આકાશમાં ઉડતા જોઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ચહેરા પર પણ ખુશી અને સંતોષની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. ઈશા, શ્લોકા અને રાધિકા પણ બાળકો સાથે આ પળોનો આનંદ માણી રહ્યા હતા. આ વીડિયો પરિવારની એકતા અને સાદગી દર્શાવે છે.
અંબાણી પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો અંબાણી પરિવારની સાદગી અને દેશભક્તિની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ લોકો સાચા દેશભક્ત છે,
તેઓ અત્યારથી બાળકોને સારા સંસ્કારો આપી રહ્યા છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આખો પરિવાર કેટલી સાદગી સાથે એકસાથે ઉજવણી કરી રહ્યો છે.” લોકો આ પરિવારને હંમેશા સાથે અને ખુશ રહેવાની શુભકામનાઓ પણ આપી રહ્યા છે. આ પ્રસંગે અંબાણી પરિવારે વિદેશની ધરતી પર પણ દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને નિષ્ઠા દર્શાવી છે.