જો તમે પણ તમારા IRCTC Account પરથી કરશો આ કામ તો જવું પડશે જેલ…
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું નેટવર્ક છે અને આટલા આ વિશાળ રેલવે નેટવર્કને મેનેજ કરવા માટે નિયમ વગેરે પણ હોવા જ જોઈએ. આજે અમે અહીં તમને આવા જ એક મહત્ત્વના નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારે જેલ પણ જવું પડી શકે છે. આવો જોઈએ શું છે આ નિયમ…
ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવેલા આ મહત્ત્વના નિયમ અનુસાર ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation-IRCTC)ના એકાઉન્ટ પરથી કોઈ બીજી વ્યક્તિ માટે ટિકિટ બૂક નહીં કરાવી શકો અને આવું કરવા પર તમને સજા થઈ શકે છે. ભારતીય રેલવેમાં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને એમાંથી મોટાભાગના પ્રવાસીઓ રિઝર્વેશન કરીને પ્રવાસ કરે છે.
આ પણ વાંચો : ભારતીય રેલવેનો નવો નિયમ સારો કે માથાનો દુ:ખાવો?
ભારતીય રેલવેમાં રિઝર્વેશન કરવાના બે પ્રકાર હોય છે અને પહેલાં ઓનલાઈન અને બીજું ઓફલાઈન. ઓનલાઈન બુકિંગમાં તમે ઘરે બેઠા ટિકિટ બુક કરાવી શકો છો અને ઓફલાઈન ટિકિટ બુક કરાવવા માટે રેલવેની ટિકિટ બારી પર જઈને ટિકિટ કઢાવવી પડે છે. ઓનલાઈન ટિકિટ બુક કરવવાનું ખૂબ જ સરળ હોય છે અને એમાં તમારે ક્યાંય જવાની જરૂર નથી, એમાં તમારે ફોર્મ વગેરે ભરવાની પણ જરૂર નથી હોતી. આને કારણે મોટા ભાગના લોકો આઈઆરસીટીસી પર જ પોતાનું એકાઉન્ટ બનાવીને ટિકિટ બુક કરે છે. પરંતુ શું તમને ખબર છે કે આના માટે પણ ભારતીય રેલવે દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે.
ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવેલા નિયમ અનુસાર આઈઆરસીટીસીના એકાઉન્ટ પરથી કોઈ બીજા માટે ટિકિટ નથી બુક કરાવી શકાતી. આવું કરવું ગુનો માનવામાં આવે છે. રેલવે એક્ટની કલ 143 હેઠળ રેલવેની ટિકિટ એ જ વ્યક્તિ બુક કરાવી શકે છે જેમને આ કામ ઓફિશિયલી આપવામાં આવેલું છે. એટલે જો તમે પોતાના એકાઉન્ટ પરથી કોઈ બીજા માટે ટિકિટ બુક કરો છો તો તે ગુનો છે અને આ માટે તમને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આઈઆરસીટીસીની આઈડી (IRCTC ID) પરથી એક મહિનામાં 12 જ ટિકિટ બુક કરાવી શકે છે. પરંતુ જો તમારી આ આઈડી આધાર કાર્ડ સાથે લિંક્ડ (IRCTC ID Linked With Aadhar Card) હોય તો તમે 12ને બદલે 24 ટિકિટ બુક કરી શકો છો.