ભારતીય રેલવેનો નવો નિયમ સારો કે માથાનો દુ:ખાવો?
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો દેશવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેન, કાર, ટે્રન, બસ જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, પરંતુ એમાં ટે્રન એ લોકોની પહેલી પસંદ છે, કારણ કે આ ટે્રન લોકોને સસ્તી, સહેલી અને મજેદાર લાગે છે. આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ભારતમાં દરરોજ આશરે અઝી કરોડ લોકો ટે્રનમાં મુસાફરી કરે છે.
ભારતીય રેલવેના આ વિશાળ નેટવર્કમાં સાડાઆઠ હજારથી વધુ રેલવે સ્ટેશન છે અને આપણે પણ કોઈ જગ્યાએ જવું હોય તો સૌથી પહેલાં રિઝર્વેશન કરાવવાનું પસંદ કરીએ છે, કારણ કે જનરલ કોચમાં ઘણી બધી ગિરદી હોય છે. પણ શું તમે એ વાત જાણો છો કે તમે ટિકિટ રિઝર્વેશન કરાવ્યા બાદ પણ તમે નાનકડી ભૂલ કરશો તો તમારે તમારી સીટ ગુમાવવાનો વારો આવી શકે છે.
ભારતીય રેલવે દ્વારા હવે રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમ અનુસાર જો રિઝર્વેશનમાં તમારી સીટ ક્નફર્મ થાય તો એ પ્રવાસીએ 10 મિનિટની અંદર પોતાની સીટ પર પહોંચવું પડશે અને જો કોઈ પ્રવાસી આવું કરવામાં નિષ્ફળ જાય છે તો તેની સીટ કોઈ બીજાને એલોટ કરવામાં આવશે. અત્યારે ટિકિટચેકર નવા હેન્ડહેલ્ડ મશીન વડે ટિકિટની તપાસણી કરે છે. આવી પરિસ્થિતિમાં જો તમે તમારી સીટ પર હાજર નહીં થાવ તો ટિકિટ ચેકર આ સીટ છઅઈ કે પછી વેઇટિગ લિસ્ટમાં હોય એવા પેસેન્જરને એલોટ કરી દે છે.
અત્યારે ટિકિટચેકર નવા હેન્ડ હેલ્ડ મશીનની મદદથી ટિકિટ ચેક કરે છે અને જ્યારે આ પહેલાં ટિકિટચેકર મેન્યુઅલી ટિકિટ ચેક કરતા હતા અને આ પ્રક્રિયામાં સમય લાગતો હતો. જો કોઈ સીટ ખાલી હોતી હતી તો તેને ખાલી જાહેર કરવામાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે નવા મશીનને કારણે, ટિકિટચેકર ગણતરીની મિનિટોમાં જ પેસેન્જરની ટિકિટ ચેક કરી લે છે અને આવી સ્થિતિમાં પેસેન્જર સીટ પર ન હોવાને કારણે આ સીટ કોઈ બીજાને એલોટ કરી દેવામાં આવે છે.