એરપોર્ટ પર બ્લેક, બ્લ્યુ અને ગ્રે કલરની બેગ લઈને જાવ છો? એરલાઈને આપી ચેતવણી, વાંચી લો…

જો તમે પણ કામકાજ કે વેકેશન માટે વારંવાર એર ટ્રાવેલ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમારે એર ટ્રાવેલ વખતે ભૂલથી પણ બ્લેક, નેવી બ્લ્યુ અને ગ્રે કલરના બેગનો ઉપયોગ ના કરવો જોઈએ અને આયરલેન્ડની લો-કોસ્ટ એરલાઈન્સ દ્વારા આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
એટલું જ એરલાઈન્સે પોતાની ચેતવણીમાં એવું પણ જણાવ્યું છે કે આવું કરનારા પ્રવાસીઓને નુકસાન પહોંચી શકે છે. આવો જોઈએ આખરે એરલાઈન્સે આવું કેમ કહ્યું-
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં કુદરતનું ઐશ્વર્ય હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં ભારતનું છેલ્લું ગામ ચિતકુલ
એરલાઈન્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સામાન્યપણે પ્રવાસીઓ નેવી બ્લ્યુ, બ્લેક અને ગ્રે કલરની સુટકેસ જ વાપરે છે. જેને કારણે બીજા પ્રવાસીઓ સાથે બેગ મિક્સ થઈ જવાની શક્યતા વધી જાય છે. એરલાઈન્સ દ્વારા પ્રવાસીઓને રંગબેરંગી અને ચમકતાં હોય એવા કલરની સૂટકેસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમારે તમારા ચેક ઈન લગેજને સરળતાથી ઓળખી શકાય એ માટે તેના કલરનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના પ્રવાસીઓ લાલ, ગ્રે, નેવી બ્લ્યુ અને બ્લેક કલરની બેગ ખરીદતા હોય છે.
આવા સમયે પોતાની બેગ ઓળખવાનું ખૂબ જ અઘરું થઈ પડે છે. પોતાની બેગને ઓળખવા માટે તેના હેન્ડલ પર કલરફૂલ લગેજ ટેગ કે રિબિન્સનો ઉપયોગ કરી શકો છો.
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કયા રંગની બેગ એરપોર્ટ પર સૌથી વધારે ખોવાય છે જેમાં આ ત્રણ કલરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે એર ટ્રાવેલર્સે બ્લેક કલરની બેગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ખોવાયેલો સામાન તમારા વેકેશનની મજા જ નથી બગાડતું પણ ઘણી વખત તમને આર્થિક નુકસાન પણ પહોંચાડે છે.
એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલી આ માહિતી છે તો એકદમ કામની? તમારા પરિવારના બીજા સભ્યો અને મિત્રો સાથે પણ શેર કરો અને તેમને મુશ્કેલીમાં ફસાતાં બચાવી શકો છો. આવી જ બીજી રસપ્રદ અને કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…