અમદાવાદની ઓળખ સમો ખડિયા વિસ્તાર બની ગયો આરટીઆઈ એક્ટિવિસ્ટ હબઃ એક બે નહીં 200 એક્ટિવિસ્ટ

અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવાત છે, “જ્યાં લોભી હોય ત્યાં ઘૂતારા ભૂખે ન મરે” એવુ જ કઈક અમદાવાદના ખાડિયા વિસ્તારમાં થઈ રહ્યું હોવાના દાવો સ્થાનિક સરકારી અધિકારી માંડી રહ્યા છે. ખાડિયા વોર્ડ, જે પોતાની વિરાસતી ઇમારતો માટે જાણીતું છે, ખાડિયા વિસ્તારને RTI (રાઈટ ટુ ઈનફોર્મેશન) એક્ટિવિસ્ટ્સના કેન્દ્ર તરીકે નવી ઓળખ મળી છે. એક લાખથી વધુની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં 220થી વધુ RTI એક્ટિવિસ્ટ્સ સક્રિય છે. પરંતુ આ વિસ્તારના સરકારી અધિકારીઓનો આરોપ છે કે આ લોકો માહિતી અધિકારના કાયદાનો દુરુપયોગ કરી ખંડણી લેવાનું કામ કરે છે.
અહેવાલો પ્રમાણે ખાડિયા વોર્ડમાં આરટીઆઈ અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે, જેનાથી સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓના અધિકારીઓ ત્રસ્ત થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એસ્ટેટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દરરોજ ઓછામાં ઓછી છથી સાત આરટીઆઈ અરજીઓ ગેરકાયદેસર બાંધકામને લગતી મળે છે. ઉલ્લેખનીય છે કે આ અરજી કરવાનો મુખ્ય હેતુ જાહેર હિત અધિકારનો ઉપયોગ કરવાનો નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ કનારા લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનો હોવાનો આરોપ છે. ઘણી વખત અરજી દાખલ થયા બાદ બાંધકામ કરનાર અને અરજીકર્તા વચ્ચે સમાધાન થઈ જાય છે, અને અરજીકર્તા આગળની કાર્યવાહી કરતા જ નથી.
ખાડિયાની બદલાતી શહેરી રચના આ સમસ્યાનું મૂળ કારણ છે. આ વિસ્તાર પોતાની નકશીકામવાળી લાકડાની ઇમારતો માટે પ્રખ્યાત છે, પરંતુ હવે અહીં ગેરકાયદેસર બાંધકામોનો વધી રહ્યા છે. ઘણી વાર વિરાસતી મકાનોના “સમારકામ”ના નામે નવી ઇમારતો બનાવવામાં આવે છે, જે ગેરકાયદેસર હોય છે. આ ગેરકાયદેસર બાંધકામો આરટીઆઈ એક્ટિવિસ્ટ્સ માટે નફાકારક તક બની ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આવા બાંધકામો કરનારાઓ ઘણીવાર ખોટું હોવાને કારણે સમાધાન માટે રાજી થઈ જાય છે, અને રાઈટ ટુ ઈનફોર્મેશનના કાર્યકરતા માટે આ આરટીઆઈ અરજીઓનો ઉપયોગ પાસેથી પૈસા ઉઘરાવવા માટેની તક બને છે.
આ સમસ્યા એટલે ઉદ્દભવિ છે કેમ કે ખાડિયા વિસ્તારમાં અરજી કરનારામાંથી મોટા ભાગના લોકો અમદાવાદ બહારના હોય છે. કેટલાકના સરનામાં વિરમગામ અને ધોળકા જેવા દૂરના વિસ્તારોના છે, જેનાથી તેમના હેતુ પર શંકા ઊભી થાય છે. એએમસીના એસ્ટેટ વિભાગે આવા 220થી વધુ વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે, જેઓ “જાહેર હિત”ના નામે અરજીઓ દાખલ કરે છે.
જ્યારે બીજી બાજુ સ્થાનિક પોલીસ પણ એવી જ સમસ્યાનો સામનો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાડિયામાં દારૂની ગેરકાયદેસર હેરફેરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, અને આરટીઆઈનો ઉપયોગ આવા કેસોમાં પણ ખંડણી લેવા માટે થઈ રહ્યો છે.
આપણ વાંચો: ચાઈનીઝ રમકડા ઉપરાંત અનબ્રાન્ડેડ જૂતા અને નકલી કોસ્ટમેટીકસનો છ કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી લેવાયો