50 વર્ષ બાદ એક જ રાશિમાં બન્યા બે રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોનો શરુ થશે Golden Period
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે એટલે કે 25મી એપ્રિલના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કર્યું છે. બુધ જેવો જ મીન રાશિમાં પ્રવેશ કર્યો એટલે સૂર્ય અને શુક્ર સાથે તેની યુતિ થઈ રહી છે. મીન રાશિમાં જ શુક્ર અને બુધની યુતિને કારણે લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે જ્યારે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આશરે 50 વર્ષ બાદ આ બંને રાજયોગ એક સાથે એક જ રાશિમાં બની રહ્યો છે. બંને રાજયોગને કારણે આ સમયગાળો કેટલીક રાશિઓ માટે આ સમયગાળો એકદમ Golden Period સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે, તેમની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ…
મેષઃ
લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ આ રાશિના જાતનો માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન કરિયરમાં સફળતા મળી રહી છે અને કરિયરને વધુ ઊંચાઈ પર લઈ જવામાં સફળ થશે. આ સમયગાળા દરમિયાન તમારી તમામ મનોકામના પૂરી થઈ રહી છે. દાંપત્યજીવનની વાત કરીએ તો પાર્ટનર સાથેના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. સમાજમાં માન-સન્માનમાં વધી રહ્યું છે. આ સમયગાળામાં વાહન કે સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ બંને રાજયોગ ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને આવકના નવા નવા સ્રોત પણ ઊભા થઈ રહ્યા છે. આ સમયે તમે કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો લાભ થઈ રહ્યો છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે. સંતાન સાથે સંકળાયેલા કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આયાત-નિકાસ સાથે સંકળાયેલો બિઝનેસ કરનારાને પણ સારો એનો નફો થઈ શકે છે.
સિંહઃ
લક્ષ્મીનારાયણ અને બુધાદિત્ય રાજયોગના નિર્માણને કારણે ફાયદો થઈ રહ્યો છે. આ સમયે તમે વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. નવો બિઝનેસ પણ શરૂ થઈ રહ્યો છે અને એમાં તમને સફળતા મળી રહી છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન પૈસા બચાવવામાં પણ તમને સફળતા મળી રહી છે.