ભેટ આપતા પહેલા ચેતી જજો! વાસ્તુ પ્રમાણે આ વસ્તુઓ સંબંધો માટે છે અશુભ.

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ઘરની સુખ-સમૃદ્ધિનો આધાર માનવામાં આવે છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મકતા દૂર રહે છે. રોંજિદા જીવનમાં થતી કરવામાં આવતી તમામ પ્રક્રિયાઓ પર પણ વાસ્તુ શાસ્ત્રના ધણા નિયમો લાગુ પડે છે. ખાસ કરીને ભેટ આપવા લેવાના કામમાં. તહેવારો કે જન્મદિવસ જેવા ખાસ પ્રસંગોમાં આપણે પ્રિયજનોને ભેટ આપીને સંબંધ મજબૂત કરીએ છીએ, પરંતુ જો ભેટ વાસ્તુ વિરોધી હોય તો તેનાથી સંબંધમાં વિવાદો ઊભા થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા આવી શકે છે. આજે જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જેને ક્યારેય કોઈને ભેટમાં આપવી ન જોઈએ.
ઘડિયાળ કે વૉચ ભેટમાં કેમ ન અપાઈ
વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને સમયનું પ્રતીક માનવામાં આવે છે અને તેને ભેટમાં આપવાથી સંબંધમાં અંતર આવે છે એવી માન્યતા છે. લોકો માને છે કે ઘડિયાળ આપવાથી સંબંધ ધીમે-ધીમે ખતમ થવાની શરૂઆત થાય છે. જો તમારે ઘડિયાળ આપવી જ હોય તો તેની સાથે 1 કે 11 રૂપિયા જરૂર મૂકો, જેથી તેનો અશુભ પ્રભાવ દૂર થઈ જાય.
રૂમાલ આપવો પણ અશુભ
રૂમાલ ભલે ખૂબ ઉપયોગી વસ્તુ હોય, પણ વાસ્તુમાં તેને ભેટમાં આપવું યોગ્ય માનવામાં નથી આવતું. રૂમાલનો સંબંધ આંસુ અને દુઃખ સાથે જોડાયેલો છે. તેથી રૂમાલ આપવાથી સંબંધમાં દુઃખ કે વિયોગનો સંકેત મળે છે. ઘણા લોકો આજે પણ આ વાતનું ધ્યાન રાખે છે અને રૂમાલ ક્યારેય ભેટમાં આપતા નથી.
ધારદાર વસ્તુઓ ન આપવી જોઈએ
ચપ્પુ, કાતર કે કોઈપણ ધારદાર વસ્તુને ભેટમાં આપવી વાસ્તુ પ્રમાણે ખૂબ અશુભ ગણવામાં આવે છે. આવી વસ્તુઓ સંબંધમાં ઝઘડા અને વૈર લાવે છે એવું માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને પરિવારમાં અશાંતિ આવી શકે છે. તેથી ખાસ કરીને લગ્ન કે વર્ષગાંઠ જેવા પ્રસંગે આવી વસ્તુઓથી બચવું જરૂરી છે.
અરીસો કેમ ન અપવો જોઈએ?
અરીસો વાસ્તુમાં ખૂબ શક્તિશાળી વસ્તુ માનવામાં આવે છે કારણ કે તે સકારાત્મક અને નકારાત્મક બંને ઊર્જાને પ્રતિબિંબિત કરે છે. તેને ભેટમાં આપવાથી સૌભાગ્ય ઓછું થાય છે અને સંબંધોમાં ગેરસમજ કે તણાવ વધે છે. ખાસ કરીને પ્રેમીજોડા કે પતિ-પત્ની જો અરીસો આપે તો સંબંધમાં કલેશ થવાની સંભાવના વધી શકે છે. તેથી આવી ભેટ આપતા પહેલા સો વાર વિચારી લેવું.
આપણ વાંચો: ગૂગલની ‘WeatherNext 2’ લૉન્ચ: હવે AI આપશે હવામાનની 99.9% સચોટ આગાહી!



