સ્પેશિયલ ફિચર્સ

2,000ની નોટ પાછી ખેંચ્યા પછી હજુ 7,691 કરોડ લોકો પાસે જમા

મુંબઈ: 2000 રૂપિયાની 97.76 ટકા ચલણી નોટ બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઇ છે અને ફક્ત 7,961 કરોડ રૂપિયાની નોટ હજુ પણ લોકો પાસે જમા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે જણાવ્યું હતું.

આરબીઆઇએ 19 મે, 2023ના રોજ ચલણમાંથી 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે ચલણમાં રહેલી બે હજાર રૂપિયાની નોટનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું જે હવે તેનું મૂલ્ય ઘટીને 7,961 કરોડ થઈ ગઈ છે તેવું બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું. આરબીઆઇએ કહ્યુ કે આ રીતે 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી 2000ની નોટોમાંથી 97.76 ટકા પરત આવી ગઇ છે.

લોકો દેશભરમાં આરબીઆઈની 19 ઓફિસમાં 2000 રૂપિયાની નોટ જમા અને/અથવા બદલી શકે છે. લોકો ભારતમાં તેમના બેન્ક ખાતામાં ક્રેડિટ કરવા માટે કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી કોઈપણ આરબીઆઇ ઈસ્યુ ઑફિસમાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે.

આપણ વાંચો: કોણ છે એ લોકો જેઓ રૂ. 9330 કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો દબાવીને બેઠા છે? આરબીઆઇએ જાહેર કર્યા આંકડા

આવી નોટો ધરાવનાર જાહેર અને ખાનગી સંસ્થાઓને શરૂઆતમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેને બદલી આપવા અથવા બેન્ક ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં સમયમર્યાદા 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી હતી.

બેન્ક શાખાઓમાં ડિપોઝિટ અને એક્સચેન્જ સેવાઓ 7 ઓક્ટોબર, 2023ના રોજ બંધ કરવામાં આવી હતી. 8 ઑક્ટોબર, 2023થી વ્યક્તિઓને આરબીઆઇની 19 ઑફિસમાં તેમના બેન્ક ખાતામાં ચલણ નોટની આપ-લે કરવાની અથવા તેની સમકક્ષ રકમ જમા કરાવવાની પસંદગી આપવામાં આવી છે.

બેન્ક નોટો જમા/એક્સચેન્જ કરતી આરબીઆઇની 19 ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમમાં છે. 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી. તે સમયે ચલણમાં રહેલી 1000 અને 500ની નોટને બંધ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button